________________
પત્રક-૬૮૭
૪૨૯
આ આત્માને પોતાના અનંત શાંતિના પિંડ ઉપર દૃષ્ટિ છે કે નહિ ? અને સર્વસ્વપણે એને એ શાંતસ્વરૂપ એક આત્મા જ ઉપાદેય છે એવા પ્રકારમાં એ વર્તે છે કે નહિ ? એવું જોવાની જેની રીત છે. પછી જે જોવું છે એ તો લક્ષણો છે. એમાં અનેક લક્ષણો છે. એનો પણ આપણે થોડો વિચાર કરશું. પણ રીત તો આ હોવી જોઈએ કે મારે મૂળ વાત જોવી છે કે એની આત્મદષ્ટિમાં પોતાનો આત્મા કે જે અનંત શાંતિનો પિંડ છે એ એની દૃષ્ટિનો વિષય છે ? એના દૃષ્ટિનો વિષય મુળ શુદ્ધાત્મા છે ? એના ઉપર એની દૃષ્ટિ છે કે નહિ ? આ મારે તપાસવું છે. અને એ તપાસવાની જેની રીત છે અને એ તપાસવા જતા બધા ઉદયના પ્રસંગોના પ્રકાર જે સાવ બાદ કરે છે. બધું જોવાનું બંધ કરીને જેને એક જ વાત જોવી છે. એવી રીતે જોનાર હોય તો અને જોનાર ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તો તે ગમે તે અવસ્થામાં વિચરતા જ્ઞાની પુરુષને ઓળખી શકે છે. આ રીતે જોવે તો અને આમ જોવે તો. પછી એના ગૌણપણે બીજા અનેક લક્ષણો છે પણ મુખ્ય લક્ષણ આ છે કે એની દૃષ્ટિ ક્યાં છે ? જેને ઓળખવા છે એવા સામે કોઈ પુરુષ છે એ જ્ઞાની છે કે નથી ? એની દૃષ્ટિ કયાં છે? એટલું જ જોવાની રીત જેને સાધ્ય હોય, એવો દૃષ્ટિકોણ જેણે અપનાવ્યો હોય અને એ દૃષ્ટિકોણ અપનાવતા બધું બાદ કરી શકતો હોય.
એટલે એનો અર્થ શું થાય છે ? કે અનાદિથી જીવની જે બાહ્યદૃષ્ટિ છે એ બાહ્યદૃષ્ટિથી જોવા માટે ટેવાયેલો જીવ માત્ર બાહ્ય ચિહ્નોને જોઈને જો અનુમાન કરશે તો એ ભ્રાંતિમાં પડવા સંભવ છે. કાં તો જ્ઞાની હશે તો જ્ઞાની નહિ માને એવી ભાંતિ થશે. કાં તો જ્ઞાની નહિ હોય તો જ્ઞાની માનશે એવી ભ્રાંતિ થશે. બંને ભ્રાંતિ પરંપરી નકસાનકારક છે. એકેય ભ્રાંતિ સારી નથી. ભ્રાંતિથી તો પૂરેપૂરું નુકસાન છે. એક વાત તો રીત સંબંધની થઈ.
જ્ઞાનીને ઓળખ્યા વિના તો ત્રણ કાળ, ત્રણ લોકમાં દેશનાલબ્ધિ આવવાની નથી અને કોઈ નિમિત્તનૈમિત્તિક સંબંધ ભજવાનો નથી કે એ આત્માને ઓળખીને આત્માનો અનુભવ કરી શકે. એ તો વસ્તુસ્થિતિની બહારનો વિષય છે. વસ્તુસ્વરૂપની એ બહારનો વિષય છે. એટલે ઉત્કૃષ્ટ મુમુક્ષુ થઈને આ દૃષ્ટિકોણ અપનાવવામાં આવે તો અવશ્ય જીવ જ્ઞાનીપુરુષને ઓળખી શકે છે. અને જ્યારે એ જ્ઞાની પુરુષને ઓળખે છે ત્યારે એ પુરુષની દશામાં રહેલી કેટલાક પ્રકારની જે વિલક્ષણતાઓ. વિલક્ષણતાઓ એટલે બીજાથી જુદા પડે એવા લક્ષણો, ખાસ લક્ષણો. એવી વિલક્ષણતાઓ એને જોવા મળે છે.