________________
૪૩૨
રાજહૃદય ભાગ-૧૩ ભીંસમાં એ વાણી નીકળે છે. એના ઉપરના જોરમાં નીકળે છે, એના સંબંધીના અંતર્મુખી પુરુષાર્થમાંથી એ વાણી આવે છે. એ પ્રકારનું લક્ષણ પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને જોવા મળે છે.
એનો પુરુષાર્થ પણ અછાનો રહેતો નથી. એ પુરુષાર્થ વાણીને જોર મારે છે. શબ્દોના જોરવાળો નથી. અંતર્મુખી પુરુષાર્થ (જોર મારે છે). અકષાયસ્વભાવ ઉપરની ભીંસમાંથી પાણી નીકળે છે. મિથ્યાત્વને, ગાઢ મિથ્યાત્વને પણ ગાળે એવી વાણી છે, અજ્ઞાનને પણ ગાળી નાખે એવી વાણી છે, એવી પ્રતીતિ, એવું લક્ષણ એને એ વાણીની અંદર જોવા મળે છે. એટલે એ ભીંસ પણ એની અછાની રહેતી નથી. ભલે એ વિષય ગમે તેટલો અધ્યાત્મનો શીખી લીધો હોય, પણ સ્વભાવ ઉપરની ભીંસ ક્યાંથી કાઢવી?
જે જીવને રાગમાં એકત્વ છે, ભલે વિદ્વતા ગમે તેટલી હોય પણ રાગમાં એકત્વ છે તો એની ભીંસ રાગ ઉપરની આવી જશે. સ્વભાવ ઉપર એની ભીંસ આવશે નહિ. તો રાગ ઉપરની ભીંસ એ કષાય ઉપરની ભીંસ છે અને સ્વભાવની ઉપરની ભીંસ છે એ અકષાયસ્વભાવ ઉપરની ભીંસ છે. એ જુદી પડી જાય છે. વાણીનો રસ છે એ પુદ્ગલનો રસ છે, ભાવનો-અધ્યાત્મભાવનો રસ છે એ આત્મરસ છે. કહેનારને વાણીનો રસ છે, કે વાણીના વિષયભૂત વાચકના વિષયભૂત એવા વાગ્યનો રસ છે ? આ પારખવાની દૃષ્ટિ હોય અને આ દૃષ્ટિકોણથી જેની જોવાની રીત હોય એને એ જુદા જુદા લક્ષણો સમજવામાં આવે છે અને એ જ્ઞાનીને ઓળખી શકે છે.
વળી પોતે ભલે સાધકદશામાં જ્ઞાની છે તો પણ આપણે એમની દશાનો વિષય જોઈએ છીએ કે એ કેટલી જાગૃતિમાં વર્તે છે ! કાલે આપણે ચર્ચામાં આવ્યું કે આમ ને આમ જો પ્રવૃત્તિ ચાલુ રહીને નિવર્તવાનું નહિ બન્યું તો આ ઉપાધિભાવ એવો છે કે અશ્રેય થવાનો ભય જેમાં સંભવિત છે. અશ્રેય એટલે અકલ્યાણ. આટલું તો પોતે જ્ઞાનદશામાં વર્તે છે તોપણ જાગૃતિની વાત કરે છે. તો જેની વાણીમાં આત્મજાગૃતિનો વિષય, પોતાની જાગૃતિપૂર્વક આત્મજાગૃતિનો વિષય વ્યક્ત થતો હોય તોપણ એ વિલક્ષણ પ્રકાર છે, કે જે પ્રકારમાં સાંભળનારને પણ કાંઈક જાગૃતિ ઉત્પન્ન થવા માટે જેમ કોઈ ઊંઘતાને ચોંટીયો ભરે અને જાગી જાય. “ભૂંગી ઇલિકાને ચટકાવે તે ભંગી જગ જોવે રે.” “આનંદઘનજીએ ગાયું. તીર્થકર ભગવાનની સ્તુતિ કરી છે ને ? ચોવીસ સ્તુતિમાં ગાયું છે. ભંગી ઇલિકાને ચટકાવે