________________
પત્રક-૬૮૭.
૪૨૭ જોવે છે. ધર્મબુદ્ધિએ કરેલો ત્યાગ અને ધર્મબુદ્ધિએ કરેલો શાસ્ત્રના જ્ઞાનાદિનો ક્ષયોપશમ. એ બંને બાહ્ય ચિહ્યો છે. અને તે બાળકોને જોવાનો વિષય છે. એ બાળકબુદ્ધિ જીવો એમાં ભ્રમણામાં પડે છે કે આ જ્ઞાની છે અને એ જ્ઞાની માનીને દોરવાઈ જાય છે. ખરેખર એ રીતે જ્ઞાનીની ઓળખાણ થઈ શકતી નથી. ન તો શાસ્ત્રજ્ઞાનથી જ્ઞાનીનું માપ નીકળે છે, ન તો કોઈ પદાર્થોના ત્યાગથી ત્યાગી થયેલાથી જ્ઞાનીનું માપ નીકળી શકે છે. બેમાંથી એકેય રીતે નીકળી શકતું નથી.
એ વિષય છે એ સૂક્ષ્મ પણ છે અને એ સૂક્ષ્મતા ગ્રહણ કરવા માટે પોતાને પણ સૂક્ષ્મ અવલોકન થઈ શકે એવો પ્રકાર હોવો જોઈએ. અથવા એમ પણ નીકળી શકે કે જિજ્ઞાસજીવ મોક્ષમાર્ગની શોધમાં, આત્મકલ્યાણની શોધમાં, જન્મ-મરણથી છૂટવાના માર્ગની શોધમાં પડ્યો હોય અને એ માર્ગ દેખાડનાર જેને મળે, અને એમાં એને એ માર્ગ દેખાય કે આમ છૂટાય છે એમ એ કહે છે. તો એને એના ઉપર પ્રતીતિ આવે છે કે નક્કી આણે માર્ગ જોયો છે. માર્ગ ન જોયો હોત તો એ આ વાત આ રીતે કરી શકત નહિ.
એટલે સંસાર પરિભ્રમણથી છૂટવાની જે વાત છે એ વાત છે એમ નહિ પણ વાત કરવાની જે રીત છે, એ રીત જે સમજી શકે છે અને એ રીતની શોધમાં પડેલાને જ્યારે એ રીત પકડાય છે ત્યારે એને એના વચન ઉપર અને એના પરિણમન ઉપર પ્રતીતિ આવે છે કે ખરેખર આ કહેનાર જ્ઞાની છે. જ્ઞાની હોય તો જ આમ કહી શકે નહિતર આમ કહી શકે નહિ. એ પત્રાંક) ૬૭માં એવો એક સંકેત કર્યો છે એ આ પ્રકારે કર્યો છે.
એમાં જે બગડો કર્યો છે. એમાં ત્રીજો Paragraph જે ત્રણ લીટીવાળો છે. અને ભાનસહિત પુરુષ વિના...” એટલે જ્ઞાની વિના. આત્મભાન જેને છે એ જ્ઞાની છે.
ભાનસહિત પુરુષ વિના....” એટલે જેને આત્મજ્ઞાન ન હોય તે વિના. “આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં. આ પ્રકારે ઉપદેશ ન થાય. ઉપદેશ થાવો બીજી વાત છે અને ચોક્કસ અમુક પ્રકારે થવો, ખાસ પ્રકારે થવો તે જુદી વાત છે. એમ સહેજે તે જાણે છે. અથવા એમ સહેજે ઉત્કૃષ્ટ મુમુક્ષુ પણ જાણે છે. મધ્યમ કક્ષાના મુમુક્ષુ હોય કે મંદ દશાવાન મુમુક્ષુ હોય તેને ભાષાથી ભ્રમણામાં પડવાનો સંભવ છે. પણ ઉત્કૃષ્ટ દશાવાન અને જ્ઞાનીઓ એવી ભાષામાં આવીને કદિ ભ્રમણામાં આવતા નથી, અજ્ઞાનીને જ્ઞાની માનતા નથી. વિષય જરા વિશેષ વિચારણીય છે. કાલે ફરીને એ વિષય લઈશું.