________________
પત્રાંક-૬૭૯
૩૪૯ પ્રકૃતિનો ઉદય આવ્યા પછી આવી અશાતા ઊભી થઈ. એ વાત તો કરણાનુયોગને સમજવાની નથી, કેવળજ્ઞાનને સમજવાની નથી, કષાયને સમજવાની નથી, આત્મસ્વરૂપને સમજવાની નથી. એકેય વાતની ક્યાંય સમજણ રહેતી નથી.
મુમુક્ષુ -... કરતા ઉત્કૃષ્ટ પુણ્ય ભગવાનના હોય.
પૂજ્ય ભાઈશ્રી :- આખા જગતના શત ઈન્દ્ર વંદિત છે-સો ઇન્દ્રથી વંદિત છે. જગતના ત્રણે લોકના જેટલા ઇન્દ્રો ગણો તો ઇન્દ્રો લઈ લ્યો તો એ બધાથી વંદિત છે. સર્વોત્કૃષ્ટ પુણ્યના ધણી છે. એને કાંઈ બીજાથી ઓછું પુણ્ય હોય (એમ હોય નહિ). એ તો ‘ોડરમલજી' એ દલીલ આપી છે કે, જે ઈન્દ્રોને હજારો વર્ષે આહારનો વિકલ્પ ઊઠે અને એટલી અશાતા ન થાય કે એને રાંધીને ખાવું પડે, કે રસોઈ બનાવડાવીને જમવું પડે. એને વિકલ્પ ઊઠે ત્યાં કંઠમાંથી અમી ઝરે. દસ હજાર વર્ષે એક વિકલ્પ આવે તો કંઠમાંથી અમી ઝરે અને શાતા થઈ જાય, ભૂખ બંધ થઈ જાય, તૃપ્તિ થઈ જાય. એ જેને વંદન કરે એને આહાર માટે શિષ્યને મોકલવો પડે કે જાવ તમે ક્લાસેથી આહાર લઈ આવો, ફલાણું લઈ આવો.
મુમુક્ષુ :- દેવ કરતા હીણા પુણ્ય થયા.
પૂજ્ય ભાઈશ્રી :- એટલે એના પુણ્ય એના કરતા હીણા થઈ ગયા. દેવગતિના દેવ કરતા. આ તો દેવાધિદેવ છે. દેવ નથી પણ દેવોના પણ દેવ છે. દેવોના પણ આરાધ્ય દેવ છે, એમ છે ખરેખર તો. એને એવો પાપનો ઉદય હોય એ વાત કાંઈ બનવા જેવી નથી.
મુમુક્ષુ - છવસ્થ અવસ્થામાં ઘોર ઉપસર્ગમાં પણ ઇચ્છા નથી કરી.
પૂજ્ય ભાઈશ્રી :- તોપણ ઇચ્છા નથી કરી અને હવે કેવળજ્ઞાન થયા પછી કેવી રીતે કરી ? ઠીક છે, બરાબર છે. ઉપસર્ગમાં જો ઇચ્છા કરે તો ઉપસર્ગથી હારી જ ગયા છે. જ્યારે મુનિરાજને કે કેવળજ્ઞાનીઓને ઉપસર્ગજય વર્તે છે. ઉપસર્ગથી હાર નથી વર્તતી. ઉમાસ્વામીનું એક સૂત્ર છે. “એકાદશે જિને શું સૂત્ર છે ? અગિયારમાં અધ્યાયનું આ સૂત્ર છે-“એકાદશે જિને’. પછી (શ્વેતાંબરના એક સાધુ) પહેલી વખત મળ્યા ને ? ત્યારે એ દલીલ એમણે આપી હતી. કેવળજ્ઞાનની થોડી ચર્ચા નીકળી હતી.
જુઓ ! ભગવાનને આહાર હોય છે. કવલાહાર ન હોય પણ આહાર તો હોય છે. ઉમાસ્વામી મહારાજે અગિયાર પ્રકારના પરિષહ લીધા છે કે નહિ ? એ ‘ઉમાસ્વાતિ' કહે છે. “તત્ત્વાર્થસૂત્ર' ગ્રંથ તો બેયને માન્ય છે. મેં કીધું કેવી રીતે