________________
પત્રાંક-૬૭૯
૩૫૯
કષાયનો અભાવ કર તું. જો એક સમયનું જ્ઞાન કરવું હોય તો કષાયનો અભાવ થવો ઘટે છે.
મુમુક્ષુ :– કોઈપણ અનુયોગ હોય એમાંથી અધ્યાત્મ નીકળે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. અધ્યાત્મ નીકળે જ છે. જ્ઞાનીઓ તો એ જ કાઢે છે. એમને તો મુખ્ય દૃષ્ટિકોણ જ એ છે. એ વિષયની અંદર અસાધારણ એમની આત્મદૃષ્ટિ પ્રવર્તે છે. કોઈપણ વિષય સામે આવે છે તો એ વિષયમાંથી આત્મદૃષ્ટિ ઉપર એ આવે છે એ તો એમની પોતાની સ્વતંત્ર આત્મદૃષ્ટિ કામ કરે છે એવું સ્પષ્ટ દેખાય છે. નહિતર વિષય તો જાણવનો વિષય છે. કરણાનુયોગથી જાણવાનો વિષય છે. એમાંથી કષાયના અભાવનો આશય કાઢ્યો છે.
‘અર્થાત્... હવે ફેરવીને કહે છે કે, કષાયાદિના યોગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ્ય નહોતું....' કોઈ જીવને અસંખ્ય સમયમાંથી એક સમયને જુદો પાડવાનું સામર્થ્ય કેમ નથી ? કે એને કષાયનો યોગ છે માટે. કષાયમાં જોડાણ છે માટે. તે કષાયાદિના અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે.’ જે સર્વજ્ઞ કેવળજ્ઞાની છે એ કષાયનો અભાવ કરીને એક સમયને પણ જુદો પાડીને અવગાહે છે.
એ તો જે ગણિત મૂક્યું છે એ તો સર્વજ્ઞતાને સિદ્ધ જ કરે છે. એક સમયની, એક જીવની કષાયની પર્યાય. એક સમયની, એક જીવની કષાયની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ પકડ્યા છે. કેટલા ? એક સમયના અનંત અવિભાગ પ્રતિચ્છેદ પકડ્યા છે ! તારતમ્યતાએ. એ સમયનો ભાગ નથી. એ કષાયની તારતમ્યતાનો ભાગ છે. પછી શુદ્ધ પર્યાય હોય તો વીતરાગતાના અવિભાગ પ્રતિચ્છેદ છે અને નહિતર રાગના અવિભાગ પ્રતિચ્છેદ છે. પણ એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ હોય છે.
‘ગુરુદેવ’ સર્વજ્ઞતાની સિદ્ધિ કરતા ત્યારે ત્યાંથી કરતા. કે આ જગતની અંદર અનંતા અનંત જીવો છે. કેટલા ? અનંત જીવો. અનંતા અનંત જીવો છે. એ અનંતા અનંત જીવોમાંથી સિદ્ધાલયમાં જે જીવો છે એના કરતા સંસારમાં અનંતા જીવો છે. પણ સંસારમાં એક જે આ બટાટા આદિ જમીનકંદ છે, જમીનમાં થયેલી જે ગાંઠ. જેને કંદ કહેવામાં આવે છે, એની એક કણીમાં, સોયના ટોપકા જેટલી એક કણીમાં અસંખ્ય શરીર છે. કેટલા ? અબજો નહિ. અબજોથી પાર જાવું પડે ત્યારે અસંખ્ય આવે. Common body હોય છે. એક શરીરની અંદર અનંતા જીવ. એવા