________________
પત્રાંક-૬૭૯
૩૬૭ ત્યાં તમે જજો અને એનો સત્સંગ કરજો. અને સત્સંગ કરવાનું એટલા માટે તમને કહું છું કે એનો વૈરાગ્ય જોઈને તમને ખ્યાલ આવશે કે મુમુક્ષુને વૈરાગ્ય કેવો હોય ? એનો વૈરાગ્ય-ઉપશમ જોઈને તમને ખ્યાલ આવશે કે મુમુક્ષુને કેવો વૈરાગ્ય હોય ? અમારું નામ ન દેતા. પૂછે તો એટલું કહેજો કે તમારે કેમ આવવું થયું ? તમે અહીંયાં મારી પાસે કેમ આવ્યા ? તો એમ કહેજો કે એક જ્ઞાનાવતારપુરુષે અમને મોકલ્યા છે. કેવો શબ્દ વાપર્યો ? પોતાના માટે વાપર્યો છે. એક જ્ઞાનાવતારપુરુષે તમારી પાસે અમને મોકલ્યા છે. તમારો સત્સંગ કરવાની શુભેચ્છાથી મોકલ્યા છે. એમણે પોતાનું નામ દેવાની ના પાડી છે. એ વૈરાગી છે પણ એમને સમ્યગ્દર્શન નથી એમ ચોખ્ખું કર્યું છે. એ સ્પષ્ટ લખ્યું છે. પણ એમનો સંગ કરવા યોગ્ય તો એ મુમુક્ષુ છે. એમ કરીને ખંભાતના મુમુક્ષુઓને સત્સંગ અર્થે મોકલ્યા છે.
મુમુક્ષુ – “સોભાગભાઈને પણ કહેલું ને? “સાયલા' ...
પૂજ્ય ભાઈશ્રી – હા. એમાં પણ કોઈ કબીરપંથી' જ હતા બનતા સુધી. કબીરપંથી જ હતા. તો એને કીધું કે તમે એના સત્સંગમાં જાજો. કેમકે એ લોકોની સરળતા અને વૈરાગ્ય અનુસરણ કરવા યોગ્ય હોય છે. સિદ્ધાંતની બાબતમાં તમે પડતા નહિ. એમના સત્સંગમાં જે કોઈ સિદ્ધાંતનો વિભાગ આવે એ વિષયમાં તમે નહિ પડતા. પણ તમે ઉપદેશનો જે વિષય છે એ બધો સારો છે. ઉપદેશનો વિષય તો કબીર” પોતે પણ બહુ સારો ઉપદેશ કરી ગયા છે.
પછી છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર છે. “૬. કેવળજ્ઞાનના સ્વરૂપનો વિચાર દુર્ગમ છે...” કેવળજ્ઞાનનું સ્વરૂપ કેવું હોય એ વિચારવું અથવા એ સમજવું સહેલું નથી. એક વાર ગુરુદેવની સમક્ષ એ ચર્ચા ચાલી હતી. વ્યાખ્યાનમાં જ ચાલી ગઈ હતી. આપણા બહુ અભ્યાસી ભાઈ હતા. અભ્યાસી હતા. નિવૃત્ત થઈને ત્યાં રહેલા. કેવળજ્ઞાનની બાબતમાં... એ તો વાંચન પણ કરતા હતા. પ્રવચન મંડપની અંદર વાંચન પણ કરતા હતા. કેવળજ્ઞાન સંબંધી ચર્ચા ચાલી હશે તો ‘ગુરુદેવે” નિષેધ કર્યો કે કેવળજ્ઞાનનું એવું સ્વરૂપ નથી. એટલે એમણે એમ કહ્યું કે પણ હું આમ સમજીને કહેવા માગુ છું. તો કહે એમ પણ નથી. તો કહે પણ હું આવી રીતે આ અપેક્ષાથી વાત કરું છું. તો કહે એમ પણ નથી. એમ ત્રણ-ચાર વખત એમણે ફેરવી ફેરવીને પોતાનો વિચાર સ્પષ્ટ કર્યો. કેવળજ્ઞાનનું સ્વરૂપ આવું મારી સમજણમાં છે અને આ રીતે હું પ્રતિપાદન કરું છું. તો કહે નહિ. કેવળજ્ઞાનનું સ્વરૂપ એવું નથી. પછી વિશેષ ખુલાસો નહિ કરેલો. ચાલુ વ્યાખ્યાનમાં એવી ચર્ચા