________________
૩૬૮
રાજહૃદય ભાગ-૧૧ ચાલી ગયેલી.
કહેવાનો મતલબ એ છે કે શાસ્ત્રના સિદ્ધાંતના અભ્યાસી જીવોને પણ કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાવું એ એટલું સહેલું નથી. અહીંયાં એ વાત કરે છે કે “કેવળજ્ઞાનના સ્વરૂપનો વિચાર દુર્ગમ્ય છે, અને શ્રી ડુંગર કેવળ-કોટીથી તેનો નિર્ધાર કરે છે...” ડુંગરભાઈ છે એ કેવળકોટી એવો શબ્દ વાપરીને એનો નિર્ધાર કરે છે. કેવળકોટી. કોટી એટલે કક્ષા, કક્ષા એટલે યોગ્યતા. કેવળ એટલે માત્ર આત્મા સંબંધીની યોગ્યતા આવે એના ઉપરથી કોઈએ કેવળજ્ઞાનના સ્વરૂપનો નિર્ધાર કરે છે તો એ કેવળકોટી કોઈ આમાં....
મુમુક્ષુઃ- વેદાંતમાં આવે...
પૂજ્ય ભાઈશ્રી - વેદાંતમાં નહિ પણ આમાં આવતો હોવો જોઈએ. આ લોકો સ્થાનકવાસી હતા ને? સ્થાનકવાસીમાં આવતો હોવો જોઈએ.
શ્રી ડુંગર કેવળ-કોટીથી તેનો નિર્ધાર કરે છે, તેમાં જોકે તેમનો અભિનિવેશ, નથી,” જાણું છું એમ સમજીને નથી કરતા. એક એક વાતમાં કેટલું પકડે છે! સામાના પત્ર ઉપરથી એનો અભિનિવેશ છે કે નહિ એ પણ નક્કી કરે છે. એનો અભિનિવેશ નથી. પણ તેમ તેમને ભાસે છે, માટે કહે છે. એમના વિચારમાં એવું ભાસે છે કે કેવળકોટી અનુસાર કેવળજ્ઞાનનું સ્વરૂપ આવું હોવું જોઈએ. એવી કાંઈક રજુઆત કરવા માગતા હશે. એના ઉપરથી એમ કહે છે કે એમને એવું ભાસે છે એટલે એમ કહે છે. કોઈ અભિનિવેશથી વાત નથી કરતા.
માત્ર કેવળ-કોટી' છે, અને ભૂત ભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. એટલે એમનું શું કહેવું છે કે કેવળજ્ઞાનમાં ભૂતભવિષ્યનો અનંતો ભૂતકાળ અને અનંતો ભવિષ્યકાળનું જ્ઞાન થાય એમ નહિ. કેવળ-કોટમાં આવી જાય, કેવળ આત્માને જાણવાની કક્ષામાં આવી જાય એવો કોઈ એમનો અભિપ્રાય લાગે છે. પણ એ માન્યતા કરવી ઘટતી નથી.
ભૂત ભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે.” એ ન જ થઈ શકે એવું કાંઈ નથી. પણ તે કોઈક વિરલા પુરુષોને,...” એ કોઈક જ વિરલા જીવોને થાય. “અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્ય...” ઘણું શુદ્ધ, એકદમ શુદ્ધ ચારિત્ર જેનું હોય, તારતમ્ય એટલે ઉગ્રતા હોય એને ભૂત ભવિષ્યનું કેવળજ્ઞાન પ્રગટ થવા યોગ્ય છે અને એ ચારિત્રની ખબર નહિ હોવાથી, અંતરંગમાં શુદ્ધ ચારિત્ર પરિપૂર્ણ વીતરાગતા કેવી હોય એના ભાવની જેને ખબર ન હોય એટલે તે સંદેહરૂપ લાગે