________________
૪૦૦
રાજહૃદય ભાગ-૧૩ જુઓ ! રામચંદ્રજી જેવું આદર્શ જેમનું જીવન હતું. એ “રામચંદ્ર હતા અને આ રાજચંદ્ર' હતા. મ અને જ જેટલો જ ફેર છે. એવું બહુ શુદ્ધ જીવન જીવ્યા છે. વ્યવહારમાં અને નિશ્ચયમાં જે કાંઈ એમનું આયુષ્ય પસાર થયું એમાં બંને. નિશયજીવન તો પવિત્રતામય હોય જ છે, પણ વ્યવહારજીવન પણ એવું જ પવિત્રમય જીવન છે.
મુમુક્ષુઃ- વ્યવહારજીવન પવિત્રમય જીવે એ જ નિશ્ચય પામી શકે ને?
પૂજ્ય ભાઈશ્રી – એમાં એવું છે કે કોઈ એવી રીતે નિશ્ચય પૂરું પવિત્ર જીવન જીવી શકે નહિ. અથવા તો માન્યતાની ભૂલ હોય અને એનો વ્યવહાર શુદ્ધ હોય, દ્રવ્યલિંગી હોય દાખલા તરીકે તો એ તો બની શકવા યોગ્ય નથી. પણ આમનું તો એમ કહેવું છે કે સાંગોપાંગ...
રામચંદ્રજી જેવું હતું. આજે હજારો વર્ષ પછી રામચંદ્રજીને લોકો યાદ કરે છે. કારણ કે એમના જીવનથી એ એવા પ્રસિદ્ધ થયા. એટલા પુણ્ય લઈને આવેલા. નહિતર તો સામાન્ય રીતે એવી પ્રસિદ્ધિ તીર્થકરોની જ હોય. એવા પુણ્ય તીર્થકરોના જ હોય કે હજારો વર્ષ સુધી એનું નામ ગવાય. અને “રામચંદ્રજી વીસમા “મુનિસુવ્રતનાથ તીર્થકરના સમકાલીન હતા. ભગવાનના સમવસરણમાં પોતે ભગવાનની વાણી પણ સાંભળવા જતા હતા. બીજા પણ કેવળીઓ એમના કાળમાં થયેલા એમની પણ વાણી સાંભળવા જતા હતા. એમનું સમવસરણ રચાતું હતું. એમની વાણી પણ સાંભળવા જતા હતા. પદ્મપુરાણમાં એ વિષય આવે છે.
મુમુક્ષુ:- સકલભુષણ કેવળી.
પૂજ્ય ભાઈશ્રી :- સકલભુષણ કેવળી થયા. જ્યારે એ વનવાસમાં હતા ત્યારે એમના પરિષહને રામચંદ્રજીએ પોતાની ધનુષ વિદ્યાથી મટાડ્યો. એમના ઉપર કોઈ પરિષહ કરનાર જંગલના જંગલી માણસો હશે, રાક્ષસો કહો કે જંગલી માણસો, વ્યંતરો હશે, એનો (ઉપસર્ગ) મટાડેલા. અને એ જ મુનિ કેવળી થયા ત્યારે આ પોતે અયોધ્યામાં રાજ કરતા હતા. એમનું સમવસરણ અયોધ્યાના ઉપવનમાં આવે છે. અને ખબર આપે છે કે આ રીતે આપણા ઉપવનમાં કેવળી પધાર્યા છે. પોતે એમનો ઉપદેશ સાંભળવા જાય છે. (એમનું) એવું પુણ્ય છે કે આજે પણ એમને લોકો યાદ કરે છે. જગત યાદ કરે છે.
એની સાથે પોતાને ઉપમા આપી છે. આજે અત્યારે આ કાળની અંદર કોઈને સંસારથી છૂટવું હોય, જન્મ-મરણથી નાશ પામવું હોય તો આ એક ઠેકાણું છે. માત્ર