________________
૪૧૮
રાજહૃદય ભાગ-૧૩ જ્યાં ઊભો છે એટલે ઓછા-વત્તા પ્રમાણમાં પરિચયમાં હોય. એને ઉપકારભૂત થાય “એવા કેટલાક વચનો તેમાંથી...” એટલે તમારી પાસે છે એમાંથી “લખી મોકલશો.
એમાં પણ “સમ્યગ્દર્શનનાં લક્ષણાદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે.” આ પોતે એમની “કુંવરજીભાઈની યોગ્યતા જોઈ છે. તો એને આ વિષયના વચનો લખીને મોકલજો કે જેમાં સમ્યગ્દર્શનના લક્ષણ એ વગેરે જેની અંદર લખ્યું હોય. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા વિષયના જે પત્રો આવ્યા છે એ એમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે.”
વીરમગામથી શ્રી સુખલાલ જો શ્રી કુંવરજીની પેઠે પત્રોની માંગણી કરે તો...” એ પણ એમણે ત્યારપછી જ એ પત્ર “સુખલાલભાઈનો ચાલી ગયો છે. ના પછીનો આવે છે. ૬૮૬માં આવે છે. તો તેમના સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવા યોગ્ય છે કે બંનેને એ રીતે તમે એક એક નકલ મોકલજો. એ રીતે “અંબાલાલભાઈને સૂચના આપી છે. અને એમની સૂચના પ્રમાણે એ બધું કાર્ય એ વખતે કરતા હતા.
પત્રાંક-૬૮૬
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૫ર તમ વગેરેના સમાગમ પછી અત્રે આવવું થયું હતું. તેવામાં તમારો કાગળ એક મળ્યો હતો. હાલ ત્રણ ચાર દિવસ પહેલાં એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્રાદિ લખવાનું કેટલોક વખત થયાં કોઈક વાર બની શકે છે.
અને કોઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે. પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશપત્રો લખાયા છે તેની પ્રતો શ્રી અંબાલાલ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી ક્ષયોપશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. શ્રી અંબાલાલ પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપન કરશો. એ જ વિનંતી.
૬૮૬ છે એ “સુખલાલ છગનલાલ, વીરમગામ' ઉપરનો છે. ‘તમ વગેરેના સમાગમ પછી અત્રે આવવું થયું હતું. એ દેશમાં આવી ગયા હશે. ત્યારપછી મુંબઈ આવવાનું થયું છે. તેવામાં તમારો કાગળ એક મળ્યો હતો. હાલ ત્રણ