________________
૪૨૦
રાજહૃદય ભાગ-૧૩
ઇચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય, તો તેવા પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ? એટલે તે પુરુષ આપ્ત પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ કચા લક્ષણે ઓળખી શકાય ? કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યું, તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે સત્પુરુષ વિષે પ્રત્યક્ષ દેખાય છે, તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખાણ ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતાં પણ જ્ઞાનલક્ષણપણું તેના લક્ષમાં રહે ?
સર્વ પ્રકારે જેને પરિગ્રહાદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત્ અહંમમત્વપણું તથારૂપ સંયોગો વિષે જેને થતું નથી, અથવા પરિક્ષીણ થયું છે; ‘અનંતાનુબંધી' પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધોદયથી વ્યવહાર વર્તતો હોય, તે વ્યવહાર સામાન્ય દાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એવું તે શાનીપુરુષ દેખે છે, અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગાદિ પ્રારબ્ધોદય વ્યવહારની પરિક્ષીણતા ઇચ્છે છે, તેમ થતા સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્ત્યા હોય, તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય ? પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો.
૬૮૭મો પત્ર ‘સોભાગભાઈ’ ઉ૫૨નો છે. ઘણા દિવસ થયાં હાલ પત્ર નથી, તે લખશો. અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ, કેટલાક વખત થયાં ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધને લીધે થતું નથી.’ એટલે વિકલ્પ જ ચાલતો નથી એમ કહેવું છે. તથારૂપ પ્રારબ્ધ એટલે શું ? કે પત્ર લખવો પણ એક અમારું પ્રારબ્ધ છે. ઉદયભાવ છે ને ? એટલે એ પ્રારબ્ધમાં નાખે છે. પ્રારબ્ધ અને અમે જુદા પડી ગયા છીએ. પૂર્વકર્મ અને અમે જુદા પડી ગયા છીએ. પૂર્વકર્મકૃત કાંઈ થાય તો થાય, ન થાય તો ન થાય. અમે અમારા કામમાં પડેલા છીએ. એમ કહે છે. એટલે થતું નથી. પ્રારબ્ધને લીધે થતું નથી એમ કહેવું છે. હવે આ જે Paragraph છે એ વિષય ઉપર તો આપણે