________________
૩૯૮
રાજહૃદય ભાગ-૧૩
મુનિરાજ શ્રીગુરુથી પામે અને સત્પુરુષથી પામે. પામવામાં બીજો ફેર પડવાનો નથી. પામશે એ સોએ સો ટકા પામશે. એટલે મહાવીર તુલ્ય જ છે.
મુમુક્ષુ :– આમ બહાર નથી પડવું અને પોતાને માટે અતિશયોક્તી નથી લાગતી.
પૂજ્ય ભાઈશ્રી :– એટલે શું છે કે આ તો પોતે અંગત લખ્યું છે. આ તો પછી પાછળથી બહાર પાડ્યું છે. એમણે બહાર પાડવા માટે નથી લખ્યું. એમણે તો કરુણાથી લખ્યું છે. કે અરે..રે..! આ જીવો વર્તમાનના મહાવીરને તો ભૂલ્યા છે. ભૂતકાળના મહાવીર માટે બિચારા ભ્રમણાથી ભટકે છે. એ ભટકે તો ક્યાંથી પત્તો લાગવાનો હતો ? વર્તમાન મહાવીર તો દેખાતા નથી. અને જે અત્યારે નથી એને જોવા માટે ચારે કોર ભટકે છે. આ લ્યોને, જુદા જુદા અતિશયક્ષેત્રમાં, મંદિરોમાં કોઈ એમ કહેને ને કે ભાઈ ! અહીંયાં તો આ ભગવાન બિરાજે છે. અંતરીક્ષ પાર્શ્વનાથ. પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે એમનો અતિશય છે. પાર્શ્વનાથ ભગવાનનો આત્મા સિદ્ધાલયમાં છે. ત્યાં કયાંય નથી. પણ લોકો ભગવાનને ત્યાં જોવા જાય છે.
સર્વજ્ઞને સમ્યગ્દષ્ટિ તરીકે ઓળખ્યા વિના સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ ફળ નથી. એ એક ઓળખાણ સંબંધીનો બહુ ગંભીર વિષય છે. એટલે એ ભગવાનને ભગવાન તરીકે ખરેખર માનતા નથી. સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે ખરેખર માનતા નથી. મૂર્તિ સ્થાપે તો પણ ભલે, મૂર્તિની પ્રતિષ્ઠા કરે તોપણ ભલે, મંદિરો બંધાવે તો ભલે અને ગમે તે કરે તો પણ ભલે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા ૫રમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.’ આ જરાય અતિશયોક્તિ નથી. મરતો બચે. ઝેર ખાધું હોય એને અમૃત પીવડાવે અને ઝેર ઉતરી જાય તો ? એ તો એક વખત બચે ને. તોપણ એમ કહે કે જિંદગીભર તમારો ગુલામ રહીશ. મરતાને એમ કો'ક બચાવી લે તો કહે જિંદગીભર તમારી સેવાચાકરી (કરીશ), ગુલામ રહીશ, જો તમે મને બચાવો તો. આ અનંત જન્મ-મરણના મિથ્યાત્વના ઝેરના ઉતારવા માટે અમૃતસાગર છે. એટલે એનું મૂલ્ય ન થઈ શકે. કોઈ એની કિંમત થઈ શકે એવી વસ્તુ જગતમાં નથી.
કોને પણ ? કે સંસારના તાપથી ત્રાસ પામેલા...' હોય એને. હજી સંસારમાં જેને મજા આવતી હોય એવા જીવોને અમૃતસાગરની દૃષ્ટિ નહિ થાય. અમૃતસાગર