________________
પત્રક-૬૮૭
૪૧૩ હરવા જઈએ. કેમ એમ કરે છે? અથવા બાર મહિનામાં અમુક મહિના રજા લઈને ફરવા જાય. કે કામકાજની અંદર માથું એટલું બધું ખરાબ થયું હોય તો થોડીક માનસિક રાહત થઈ જાય. એને એ માનસિક રાહત લેવાને બદલે આ બાજુ આ રસ્તો પકડવાની જરૂર છે. મુખ્યપણે પોતાનું આત્મહિત કરે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પૂર્વકર્મના ઉપાર્જિત કર્મ અનુસાર ગમે તે પ્રકારના હો, સાથે સાથે આ કામ મારે ચાલુ જ રાખવું જોઈએ. હરહંમેશ–નિત્ય. એવો અભ્યાસ રાખવો.
જેને વિષે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થસાધનો ઉપદેશ્યાં છે, તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે....' જે ધર્માત્માઓ ત્યાગ-વૈરાગ્યમાં આવીને જેણે પરમાર્થ સાધ્યો, પાછો એકલો બાહ્ય ત્યાગ વૈરાગ્ય નહિ પણ પરમાર્થ સાધનો ઉપદેશ્યાં છે. ત્યાગ-વૈરાગ્ય સાથે જેનો પરમાર્થનો સંબંધ છે. પરમાર્થ વગરના નહિ. તેવા ગ્રંથો વાંચવાનો તે પ્રકારના પુસ્તકો-ગ્રંથો છે એ વાંચવાનો પરિચય કર્તવ્ય છે, એટલે એ ભાવ એને ચાલુ રહે એના માટે આ પરિચય પણ કર્તવ્ય છે.
અને અપ્રમત્તપણે...” એટલે પ્રમાદ વગર. પ્રમાદ વગર એટલે જાગૃતિએ. આત્મજાગૃતિએ પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે.' આત્મજાગૃતિપૂર્વક પોતાના દોષ જોવા, ત્યાગ-વૈરાગ્ય આદિ પરમાર્થ સાધનો ઉપદેશ્યા હોય એવા ગ્રંથોનું અધ્યયન કરવું. શાસ્ત્રોનું અધ્યયન કરવું. અને વર્તમાન કર્મ ઉદયમાંથી રસ છોડી દેવો. આરંભપરિગ્રહનો રસ છોડી દેવો. એ વગેરે પ્રકારે સત્સમાગમનો અભાવ હોય ત્યારે પણ મુમુક્ષુએ પ્રવર્તવું ઘટે છે. આ મુમુક્ષુએ કેમ પ્રવર્તવું એની જ્ઞાનીપુરુષની શિખામણ છે. મુમુક્ષુએ જીવન કેવી રીતે જીવવું ? આ પ્રશ્ન થાય છે ને? શું કરવું? શું કરવું? આ કરવું. લ્યો !
મુમુક્ષુ – અપ્રમત્તપણે પોતાના દોષ જોવા...
પૂજ્ય ભાઈશ્રી:- વારંવાર જોવા. એકદમ જાગૃત રહીને. અપ્રમત્તપણે એટલે પ્રમાદ વગર. એમાં પ્રમાદ ન કરવો. અથવા પ્રમાદ ન કરવો એટલે અજાગૃતિ એમાં ન થવી જોઈએ. ક્યારેક જોવે. પાછો ઉદયમાં એવો લાગી જાય. વળી ક્યારેક એને પોતાના દોષનો વિચાર આવે. એ વિચાર આવે. જોવે શું ? એને વિચાર આવે. વિચારની વાત નથી. (દોષ) ચાલતો હોય ત્યારે એને પકડવો. ઊભો હોય ત્યારે એને પકડવો. એમ વાત છે. દોષ ઊભો હોય ત્યારે, દોષ ચાલતો હોય ત્યારે એને પકડવો. તો એ દોષ છે એનો રસ ગળી જાય. વિચાર આવે એમાં એટલું કામ ન થાય. એ અભ્યાસ રાખવામાં પણ Practice છે અને દોષ જોવામાં પણ Practice