________________
૪૧૪
રાજહૃદય ભાગ-૧૩ છે. એ Practiceનો વિષય થયો. અને ગ્રંથ વાચવો, વિચારવો એમાં વિચારની વાત થઈ. એમ વિચા૨ અને Practice બેય લીધી છે. Theory છે. ગ્રંથોની અંદર તો વ્યાખ્યા છે એટલે Theory છે. અને એને આ બે જગ્યાએ લાગુ કરવી. જ્યાં આરંભપરિગ્રહનો પોતાને ઉદયમાન પ્રસંગ હોય ત્યાં અને જ્યાં પોતાના દોષ ઉત્પન્ન થતા હોય ત્યાં. બસ ! આ બે જગ્યાએ આ Practice ક૨વી. વાંચેલું હોય એને લાગુ કરવું.
આ રીતે મુમુક્ષુની ભૂમિકામાં જીવન જીવવા યોગ્ય છે કે જેને કારણે એને દર્શનમોહનો અનુભાગ ઘટે, મિથ્યાત્વનો રસ ગળે. સાદી ભાષામાં કહીએ તો મિથ્યાત્વનો રસ ગળે. અને પોતાના સ્વરૂપને સમજવા જેટલો પોતાના સ્વરૂપનો ભાવ ભાસે એટલી હદે એનું જ્ઞાન એ ભૂમિકામાં, મુમુક્ષુની ભૂમિકામાં નિર્મળતામાં આવે. બસ ! ત્યાં સુધી એણે આ પ્રયોગ ચાલુ રાખવો, આ પ્રકારનું જીવન ચાલુ રાખવું. જ્યાં સુધી સ્વરૂપનો ભાવ ભાસે નહિ ત્યાં સુધી જિજ્ઞાસાપૂર્વક (ચાલુ રાખવું). સ્વરૂપ કેવું છે એની જિજ્ઞાસાપૂર્વક. પછી જ્યારે ભાવભાસન થાય ત્યારે તો આપોઆપ આગળનો રસ્તો શું કર્તવ્ય છે અને અકર્તવ્ય છે એનો વિવેક આવી જાય છે. એક Postcardની અંદર લખેલું છે.
મુમુક્ષુ ઃ–
પૂજ્ય ભાઈશ્રી :- એ તો જીવે એમ જ કર્યું છે. સાચો રસ્તો નથી મળ્યો એટલે ખોટો ઉપાય એવી રીતે જ કર્યો છે કે વૃત્તિને દમન કર્યું છે. ધાર્મિક પર્વના દિવસો આવે ત્યારે ધર્મ કરવાનો દિવસ માન્યો છે. અને બાકીના દિવસોમાં કર્મ ક૨વાના દિવસો માન્યા છે. રોજ આહાર-પાણી લેવા તો રોજ ધર્મ કરવો એમ ન હોય ? જો શરીરને રોજ આહારની જરૂર છે, નિંદ્રાની જરૂ૨ છે, પાણીની જરૂર છે. એને માટે વખત પણ કાઢે છે. તો પછી આત્માના કલ્યાણ માટે રોજ આત્મભાવનું સિંચન કરવું એવી જરૂર નથી ? દેહને જરૂર છે તો આત્માને જરૂ૨ નથી ? પણ આ જીવે અનાદિકાળથી અનંત કાળ અત્યાર સુધીનો વ્યતીત કર્યો એમાં એકલું દેહાર્થે જ જીવન જીવ્યો છે. આત્માર્થે જીવન જીવ્યો નથી. હવે આત્માર્થે જીવન જીવવાની શરૂઆત કરવાની છે. દેહનું જે થાવું હશે એ થાશે એવી ઉપેક્ષા કરીને. એવી ઉપેક્ષા કરીને એટલે દેહની સાવધાની છોડીને. દેહની સાવધાની છોડીને એટલે દેહાર્થની પણ સાવધાની છોડીને આત્માર્થની સાવધાની આવે તો આત્માર્થની દિશામાં એક ડગલું કાંઈક વિકાસ થવાનો અવકાશ છે. પણ દેહાર્થની સાવધાની