________________
પત્રાંક-૬૮૦
૩૯૯
દૃષ્ટિમાં નહિ આવે. કેમકે એને હજી રખડવાનો કાળ લાંબો છે, એને રખડવાની રુચિ પણ એની પોતાની વર્તમાનમાં વર્તે છે. એટલે જે સંસારના તાપથી ત્રાસ પામેલા છે અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છે છે. રોગ મટાડવા ઇચ્છે છે, નિર્ધનતા મટાડવા ઇચ્છે છે, કોઈ પ્રતિકૂળતાઓ બીજી ઊભી થઈ હોય તો એને મટાડવા ઇચ્છે છે, એ વાત નથી. પણ કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છે છે. જન્મ-મરણથી જે છૂટવા ઇચ્છે છે, સંસારથી ત્રાસ પામીને જે મુક્તિની ભાવનાવાળા છે, પરિપૂર્ણ મોક્ષદશાનું જેને ધ્યેય થઈ ગયું છે એવા જીવોને, એવા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની....' જુઓ ! એટલું વિશેષણ આપ્યું.
એવા આત્મકલ્યાણના પ્રેમી, કામનાવાળા જિજ્ઞાસુ જીવોને ‘ત્રિવિધ...’ આધિ, વ્યાધિ અને ઉપાધિની ‘તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.’ અમે ખરેખર અમૃતસાગર છીએ. આજે પણ એમના વચનોથી એવી તાપાગ્નિમાં તપેલા જીવોને શાંતિ થાય છે. એમનો અક્ષરદેહ રહી ગયો છે તો આજે પણ એમના વચનોથી આધિ, વ્યાધિ, ઉપાધિમાં જે જીવો આવી જાય છે એ કૃપાળુદેવ’ના વચનો વાંચે તો એને શાંતિ થાય છે. તો પ્રત્યક્ષ હતા એ અમૃતસાગર હતા એ સાબિત કરવાની જરૂ૨ રહેતી નથી. ખરેખર અમૃતસાગર હતા. પણ કોને ? આવા ત્રાસ પામેલાને. મોક્ષને ઇચ્છતા જીવો માટે એ અમૃતના સાગર હતા.
મુમુક્ષુજીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ.' જેમ કલ્પવૃક્ષ પાસે) કલ્પના કરે તે મળે, ઇચ્છે તે મળે, માગે તે મળે. (એમ) સત્પુરુષ છે એ ખરેખર કલ્પવૃક્ષ છે. જીવનની અંદર જો સત્પુરુષનો યોગ થાય તો મુમુક્ષુજીવને એવું ભાસે છે કે આ તો અમારું એક કલ્પવૃક્ષ છે. અને એ કલ્પવૃક્ષ... ઓલા કલ્પવૃક્ષ કરતા પણ વિશેષ કલ્પના છે. એ તો એથી વધારે ઉપમા જડતી નથી પણ ખરેખર તો તેવા કલ્પવૃક્ષથી પણ એની અંદર એની વિશેષ કલ્પના છે. એવું છે.
મુમુક્ષુજીવોનું કલ્યાણ કરવા માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું ? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.' આ વિષમકાળની અંદર વધારે અમારે શું કહેવું ? આથી વધારે શું કહીએ ? એમ કહે છે. આ વિષમકાળમાં જો કોઈને પરમ શાંતિ જોઈતી હોય તો પરમશાંતિનું ધામ છે. પોતે જ પરમશાંતિનું ધામ છે. એવું દર્શાવવા માટે એ શાંતિના ધામ છે એમ એને ઊપમા આવી, ઉપચાર કરવામાં આવે છે. પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ...’ છીએ.