________________
૪૧૦
રાજય ભાગ-૧૩
પત્રાંક-૬૮૩
મુંબઈ, ચૈત્ર વદ ૭, રવિ, ૧૯૫૨ બે કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને ક્યારેક બને છે; અને વખતે તો પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થયે લખાય છે.
સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી, જેને વિષે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થસાધનો ઉપદેશયાં છે, તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે.
તા. ૨૪-૧૯૯૧, પત્રાંક – ૬૮૩ થી ૬૮૭.
પ્રવચન ન. ૩૧૦
પાનું-પ00 બે કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને કયારેક બને છે; અને વખતે તો પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થયે લખાય છે. આ દિવસોમાં પત્ર લખવાની બાહ્યાકાર વિકલ્પની વૃત્તિ ચાલતી નથી, સહજ ચાલતી નથી. એવી કોઈ અંતર પરિણામની વિશેષતા છે એવા કારણથી એ સ્થિતિ ભલે ચાલુ રહે, પત્રાદિ ન લખાય, એ રીતે એ અભિપ્રાયથી વર્તે છે.
‘સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી, જેને વિષે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થસાધનો ઉપદેશ્યાં છે, તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. બહુ સંક્ષેપમાં પણ મુમુક્ષુને પોતાની ભૂમિકામાં ઓછામાં ઓછું કરવું જોઈએ એટલી વાત કરી છે. “સત્સમાગમના અભાવ પ્રસંગમાં...' સત્સમાગમનો સદ્દભાવ ન હોય અને સત્સમાગમ વગર રહેવું થાય