________________
પત્રાંક-૬૮૦.
૪૦૧ બીજાની કરુણાથી કહીએ છીએ. અમારે કોઈની પાસેથી કાંઈ લેવું નથી. ઉપદેશ આપીને કોઈ અપેક્ષા નથી કે મોક્ષમાર્ગ દર્શાવીને કોઈ અપેક્ષા નથી કે આ માર્ગ દર્શાવ્યો. કેમકે જે આ માર્ગના જ્ઞાતા હોય છે એ કદી ઉપદેશને વેચતા નથી. વેચવું એટલે શું ? એક ચીજ આપીને એની સામે પૈસા કે બીજી ચીજ લેવી. કોઈ ચીજ આપીને પૈસા લે, કોઈ ચીજ આપીને ચીજ લે. Barter system જેને કહે છે. બે તોલાની સામે આટલા કીલો ચાંદી મને આપી દ્યો. એક કીલો ચાંદી આપી દો. તો એ વેપાર જ થયો. અને બે તોલા સોનાના આઠ હજાર રૂપિયા લે તો એ વેપાર જ થયો. એમ જ્ઞાની કદી મોક્ષમાર્ગને વેચતા નથી કે હું તમને મોક્ષમાર્ગ સમજાવું એની સામે તમે મને આપો કે મારી અનુકૂળતા સાચવો કે મને તમે માન આપો, મને તમે કાંઈ આમ કરો કે તમે આમ કરો. એ જ્ઞાનીપુરુષ હોઈ શકે નહિ.
કેમકે અમૂલ્ય એવી ચીજને તણખણાના તોલે કરવી હોય એ વેચે. તો એને ખરેખર એ ચીજનું મૂલ્ય આવ્યું નથી. જગતના પદાર્થો માન કહો, અનુકૂળતા કહો, પૈસા કહો, ચીજ કહો, વસ્તુ કહો એ બધા તણખણા છે. જ્ઞાનીની દૃષ્ટિએ તણખલા છે. તો શું મોક્ષમાર્ગને એ તણખલાની સાથે તોળી લે ? એવું બને ખરું ? જેનું મૂલ્ય કોઈ રીતે ન થાય એને તણખલામાં વેંચી દે કાંઈ ? એ વેચી દે તો એ જ્ઞાની નથી. જ્ઞાની હોય એ એવું કદિ કરે નહિ. આ સીધી વાત છે. | મુમુક્ષુ :- રામચંદ્રજીના જમાનામાં હજારો કેવળીઓ અને તીર્થકર હતા. આ તો અત્યારે એક જ છે. “શ્રીમદ્જી' વખતે તો થોડા છે એ વખતે તો ઘણા કેવળી અને એ બધા હતા ને?
પૂજ્ય ભાઈશ્રી – હા. એ વખતે તો અનેક કેવળીઓ, અનેક મુનિઓ, અનેક સમ્યગ્દષ્ટિઓ હતા).
મુમુક્ષુ – કિમત ત્યારે કરતા અત્યારે વધારે હોવી જોઈએ ને ?
પૂજ્ય ભાઈશ્રી :- અત્યારે વધારે જ હોય ને. સીધી જ વાત છે. દુકાળમાં પાણીની કિમત કેટલી ? ધોધમાર વરસાદ પડતો હોય તો નદીની નદી ચાલી જાય, કોઈ સામું ન જોવે. હજારો ટન પાણી ચાલ્યું જાય તો કોઈ સામું જોતું નથી. ઉલટાનું તણાઈ ન જાય એમ જોવે. એની કિમત નથી. પણ જ્યાં એક છાંટો ન પડતો હોય અને નદી, તળાવ, વાવ, કૂવા સુકાઈ ગયા હોય ત્યાં અંદરથી એક મીઠા પાણીની વીરડી નીકળે, પાણીનો સાવ આવે (તો) અમૃત નીકળ્યું એમ કહે. પાણી નીકળ્યું એમ ન કહે, અમૃતની વીરડી છે એમ કહે એવું છે આ. અત્યારના કાળમાં