________________
૪૦૪
રાજહૃદય ભાગ-૧૩
જગતમાં છે નહિ. પછી એ કરે છે એવું હું શા માટે ગ્રહણ કરી લઉં કે માથે ઓઢી લઉં ? જે થઈ શકતું નથી અને એ કરે છે એમ હું કેમ માની શકું ? એ પ્રશ્ન જ નથી.
મુમુક્ષુ :– ખરેખર તો પોતાનો વિરોધ કરે છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– પોતે ભૂલીને અમુક પરિણામ ભૂલવાળા કરે છે. ભૂલે છે. મૂળ પોતાના સ્વરૂપને ભૂલ્યો છે એટલે બીજા પણ ભૂલના પરિણામ કરે છે. તો એ કરુણાને પાત્ર છે, દયાને પાત્ર છે. અને એથી કરીને એના પ્રત્યે કાંઈ વિરોધ કરવાનો સવાલ રહેતો નથી. એ ૬૮૦ એમનો અંગત પત્ર થયો.
પત્રાંક-૬૮૧
મુંબઈ, ચૈત્ર વદ ૧, ૧૯૫૨ પત્ર મળ્યું છે. કેટલોક વખત થયાં એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે. જે કારણયોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણયોગ પ્રત્યે દૃષ્ટિ કરતાં હજી પણ કેટલોક વખત એવી સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે, તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભતીર્થવાસીને તમે જણાવશો. તેઓ અત્રે પુછાવશે તો પ્રસંગયોગ્ય લખીશું.
કદાપિ તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્તસ્થિરતાથી વાંચશો. અને તે વચનો હાલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો. એ જ વિનંતિ.
૬૮૧મો પત્ર છે ‘શ્રી કુંવરજી મગનલાલ, કલ્લોલ.’ ‘કલ્લોલ'ના ‘કુંવરજીભાઈ’ ઉ૫૨નો છે. પત્ર મળ્યું છે. કેટલોક વખત થયાં એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે. જે કારણયોગે...' કેટલાક વખતથી એવું સહેજે બન્યા કરે છે. બન્યા કરે છે એટલે ચાહીને નથી ગમતું પણ સહેજે બન્યા કરે છે કે વિસ્તારથી