________________
૩૯૬
રાજહૃદય ભાગ-૧૩ એ ઓળખાણ તો કરતા નથી. એ તો ભૂતકાળના વીરની પણ એ રીતે તો ઓળખાણ કરતા નથી. અને એવું સમ્યકત્વ અહીંયાં પ્રગટ છે. એટલે પોતે વર્તમાન વિદ્યમાન વીર છે. વિદ્યમાન એટલે હાજર. મોજૂદ છે.
એ “વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે...” ભૂતકાળના વીરને. હે ભગવાન ! તમે અમને મળો. અમને વીર ભગવાનના દર્શન થાવ. મહાવીર ભગવાન અમને દર્શન દે તો સારું. અરે....! સ્વપ્નમાં દર્શન દે તો રાજી રાજી થઈ જાય. છે કલ્પના એ બધી. કેમકે એમનો આત્મા સિદ્ધાલયમાં બિરાજે છે. અશરીરપણે બિરાજે છે. સદેહે હવે ત્યાં છે પણ નહિ. એ રીતે ભૂતકાળના ભગવાન મહાવીરને શોધવા મથતા, ભ્રમણાથી શોધવા માટે અથડાતા જીવોને... અથડાય છે કેમકે એને કાંઈ મળવાનું નથી. એને શ્રી મહાવીરનું દર્શન કયાંથી થાય ? મહાવીર કેવા હતા એનું દર્શન પણ ક્યાંથી થાય?
આવા વિષયમાં એક પત્ર વાંચેલો છે. આ જે તત્કાળ મોક્ષ' જે પુસ્તક બહાર પડ્યું છે ને ? આ એક પુસ્તક ઉત્તર ગુજરાતમાં પટેલ લોકો જે “શ્રીમદ્ રાજચંદ્રજી'ના અનુયાયીઓ છે. એણે “સોભાગભાઈના કેટલાક પત્રો છાપ્યા છે અને બહાર પાડ્યા છે. ૨૪-૨૫ પત્રો. એમાં એક પત્ર છે. એમાં એક આવી માર્મિક વાત “સોભાગભાઈએ લખી છે. આશ્ચર્ય અમને એ વાતનું થાય છે કે સંપ્રદાયની અંદર ભૂતકાળના મહાન પુરુષો, સપુરુષોનું લોકો સ્મરણ કરે છે, એની ભક્તિ કરે છે અને એનું બહુમાન કરે છે. પણ આ જીવ વર્તમાન સપુરુષને કેમ ભૂલ્યો છે ? એ જ જીવ પાછો. જે જીવ ભૂતકાળના સપુરુષોનું બહુમાન અને મહિમા કરે છે એ જ જીવ વર્તમાનમાં પુરુષને કાં સ્વીકારતો નથી ? શું આ જીવે દરેક વર્તમાનમાં આમ જ કર્યું છે ? એમ કરીને બહુ માર્મિક ચર્ચા એમણે કાઢી છે. મને એમ લાગે છે કે ભૂતકાળમાં આ જીવે પણ, અત્યારે જે બીજા જીવો આમ કરતા દેખાય છે એવું આ જીવે પણ એમ જ કર્યું હશે. કેમકે વર્તમાનમાં એ નહોતા કરતા. વર્તમાનમાં એમણે શ્રીમદ્જી'ને ઓળખી લીધા હતા. અને એના ઉપરથી એમને ખ્યાલ ગયો કે અરે.! આવા મહાપુરુષ વિદ્યમાન છે. લોકો એની સામું જોતા નથી. અને એ જ લોકો પાછા ભૂતકાળના મહાપુરુષોનો ઉછળી ઉછળીને મહિમા કરે છે અને ગાણા ગાય છે. ગીત ગાતા ગાતા નાચી ઊઠે છે. આવી ભૂલ થતી હશે ? વર્તમાનના જ્ઞાનીને સ્વીકારવા નહિ અને ભૂતકાળના જ્ઞાનીના ગાણા ગાતા ગાતા