________________
૩૯૪
રાજહૃદય ભાગ-૧૩ એ નિશ્ચય દ્રવ્યદૃષ્ટિનું પરિણમન લીધું છે કે અમારા અભેદ સ્વરૂપમાં જ અભેદભાવે ભાવે નિવાસ છે. કેમકે પોતામાં અસ્તિત્વ ત્યાં ગ્રહણ થઈ ગયું છે. અસ્તિત્વ છે તે ગ્રહણ નહોતું થયું એ ગ્રહણ થઈ ગયું. એટલે નિવાસ થયો એમ કહ્યું. પછી કાંઈ લેવા-દેવાનો વ્યવહાર રહેતો નથી અથવા વ્યવહારથી મુક્ત થઈ ગયા છીએ.
મુમુક્ષુ - અસ્તિત્વને પકડ્યું છે એની ખુમારી છે.
પૂજ્ય ભાઈશ્રી - ખુમારી છે. અને ખુમારીમાં એટલો વ્યવહારનો નિષેધ છે કે લેવું દેવું તો વ્યવહાર છે. વ્યવહારથી અમે મુક્ત થઈ ગયા છીએ. બહુ આત્મિયતા હોય ત્યાં વ્યવહાર ન હોય. દાખલા તરીકે ઘરે લગ્ન હોય તો એક ભાઈના લગ્ન હોય તો બીજો ભાઈ ચાંદલો કરવા જાય કાંઈ?જુદો રહે તો ચાંદલો કરવા જાય. ચાંદલો કયારે કરે? જુદો હોય તો કરે. પણ મજીયારો ન વહેંચ્યો હોય, બાપ બેઠા હોય અને બેય છોકરા ઘરમાં ઉછરતા હોય. એકના લગન આવ્યા હોય તો બીજાને ચાંદલો કરવાનો હોય કાંઈ ? અમે તો લગન કરનારા છીએ, અમારે ચાંદલો કે જેનો વ્યવહાર અમે લઈએ. અમારે અંદરોઅંદર દેવાનો પ્રસંગ છે નહિ. છેટું છે ત્યાં વ્યવહાર છે. હવે અમારા સ્વરૂપથી અમારું છેટું નથી. અભેદ સ્વરૂપમાં નિવાસ છે. એટલે અમારા સ્વરૂપમાં અમારે વ્યવહાર શું હોય? અમારી ને અમારી વચ્ચે શું વ્યવહાર હોય ? અમારે કાંઈ વ્યવહાર કરવાનો રહેતો નથી.
મુમુક્ષુ -. બોજારૂપ...
પૂજ્ય ભાઈશ્રી :- લેવા-દેવાનો. એ તો વ્યવહારમાં તો બોજો જ છે ને ? વ્યવહારમાત્ર બધો બોજો જ છે. જગતનો વ્યવહાર હોય કે બીજો આ ધાર્મિક વ્યવહાર હોય એ બધો બોજો જ છે.
હવે કરુણા બતાવે છે. એ એમનો મોક્ષમાર્ગનો જે વ્યવહાર છે એનું પરિણમન છે. “કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે.” આખે આખું એક જ વચન લીધું છે. શું કહે છે? કે જગતના જીવો કેવી રીતે ભ્રમણાથી ધર્મ કરવાને બદલે અથવા સંસારથી મુક્ત થવાને બદલે ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરીને ઉલટા પરિભ્રમણમાં પડે છે.