________________
પત્રાંક-૬૮૦
૩૯૧
તા. ૨૬-૪-૧૯૯૧, પત્રાંક – ૬૮૦ થી ૬૮૨
પ્રવચન નં. ૩૦૯
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક ૬૮૦, પાનું-૪૯૯. ફરીથી પત્ર લઈએ. કોઈને ઉદ્દેશીને નહિ, પોતાના અંગત હૃદયની વાત કરી છે. એક બાજુથી દૃષ્ટિની ખુમારી છે, બીજી બાજુથી જગતના જીવો પ્રત્યેની કારુણ્યવૃત્તિ છે. એક નિશ્ચય પરિણમન છે, એક સાધકદશાનું વ્યવહાર પરિણમન છે. બંને પરિણમન એકસાથે બંને પ્રકાર સાધકદશામાં વર્તે છે એથી એ બંને હોવા યોગ્ય છે, હોવા યોગ્ય છે. એમાં કોઈ વિરોધ નથી પણ અવિરોધપણું છે. એ વિષય લક્ષમાં લેવા જેવો છે.
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી. પહેલેથી. આખું જીવનનું ધ્યેય બદલી નાખેલું છે. આત્માની પરિપૂર્ણ શુદ્ધિ કરવી છે. આત્માની પૂરી શુદ્ધિ કરવા સિવાય જીવનમાં બીજું કોઈ મારે કર્તવ્ય નથી. એવી રીતે જે મુમુક્ષુની ભૂમિકા શરૂ થાય છે, ઉપાડ આવે છે. એટલે પહેલેથી જ જેની
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી.” જગતની કોઈપણ વસ્તુ ઇચ્છતા નહોતા. સુખ માટે કોઈ સ્પૃહા નહોતી કે આવા સંયોગો હોય તો હું સુખી રહું, મને વાંધો ન આવે. પણ એ સંયોગો પ્રાપ્ત થયા પછી પણ અનેક પ્રકારની આકુળતાથી જીવ ગ્રસિત થયેલો પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. પોતે પણ અને બીજા પણ. એટલે એ બધો તમામ વિવેક કરીને જગતની કોઈ પણ વસ્તુની જેને પહેલેથી સ્પૃહા ને ઇચ્છા નહોતી. અને એ કારણે જેને અખંડ સ્વરૂપમાં રમણતા થઈ. એવું જીવન જેણે બદલી નાખ્યું. અને તેથી પોતાના “અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે... કેમકે મોક્ષ થવાનો છે એ ખ્યાલમાં છે તોપણ વૃત્તિમાં અપેક્ષા નથી. વૃત્તિમાં અપેક્ષા એટલા માટે નથી કે વૃત્તિને એથી અનંતગુણવિશિષ્ટ પોતાનું અખંડ સ્વરૂપ રમણતા માટે મળી ગયું છે. વૃત્તિ સ્વરૂપમાં રમણતા કરે છે. અને સ્વરૂપમાં રમણતા થતી હોવાથી એ વૃત્તિને હવે આથી વધારે કાંઈ જોઈતું નથી. આથી વધારે કોઈ છે પણ નહિ અને આથી વધારે કાંઈ જોઈતું પણ નથી.