________________
૩૯૦
રાજહૃદય ભાગ-૧૩ અમે અંદરથી કાંઈક “મહાવીર ભગવાનને પામી જઈએ, “મહાવીર ભગવાનના માર્ગને પામી જઈએ. એ ભ્રમણામાં તમે નકામા ભટકો નહિ. કાંઈ પત્તો લાગવાનો નથી. કેમકે પ્રગટ સત્પરુષને ઓળખ્યા વગર) કેવી રીતે અજાણ્યા માર્ગની અંદર કોઈ રીતે પ્રવેશ કરે ?
મુમુક્ષુ :-- પૂજ્ય ભાઈશ્રી – બરાબર છે. ૧૬૫ પાનું કેટલામું છે? ૧૬૫ પાને.
૨૦મું વર્ષ છે. “ચત્રભુજ બેચર,....” આ એમના બનેવી છે. તમારી પત્રિકા પહોંચી હતી. વિગત વિદિત થઈ. ઉત્તરમાં, મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી.” ૨૦મા વર્ષમાં બહુ વૈરાગ્યમાં છે. જોકે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી, તોપણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઈ. લખી શકું છું. હું કેવળ હૃદયત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું, વૈરાગ્યમાં ઝીલું છું. આશુપ્રજ્ઞ રાજચંદ્ર. મસ્તી તો ઘણી ઊપડી છે.
મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. પાછળમાં પહેલી લીટી છે. હું “મહાવીરનો ધર્મ ચલાવીશ નહિ. “મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. પણ એ ધર્મને હવે સ્થાપન કરીશ. મારો ધર્મ એમણે ચલાવ્યો હતો. આત્માનો ધર્મ ચલાવ્યો હતો. એવી શૈલી તો બહુ કરી છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. તમે મારા હૃદયરૂપ અને ઉત્કંઠિત છો એટલે આ અદ્ભુત વાત દર્શાવી છે. અન્યને નહીં દર્શાવશો.’ કોઈને કહેતા નહિ. આ તો તમને લખું છું. આખી દુનિયામાં ફરીને આ ધર્મ પ્રવર્તાવવો છે. એ વખતે એમને ધર્મ પ્રભાવનાની ભાવના ઘણી આવી છે. બહુ મસ્તીમાં કાગળો લખેલા છે. અહીં સુધી રાખીએ...
મુમુક્ષુ :- આ અનુભવ પહેલાં...
પૂજ્ય ભાઈશ્રી – હા. એકદમ Line નું બહુ સારુ અનુસંધાન થઈ ગયું છે. યથાર્થ વિચારણા આવી છે.