________________
રાજહૃદય ભાગ-૧૩
૬૮૦. ૬૮૦મો પત્ર અંગત છે. ઘણું કરીને આ લખાણ એમની Dairyનું છે. પણ મિતિ મળી છે એટલે અહીંયાં ગોઠવ્યું લાગે છે. પણ કોઈને ઉદ્દેશીને લખ્યો હોય એવો આ પત્ર નથી. પોતે કોઈ કારુણ્યવૃત્તિથી અને આત્માની મસ્તીથી બે વાત ભેગી કરી છે. આત્માની મસ્તી અને બીજા જીવો, જગતના જીવો ઉ૫૨ કરુણાબુદ્ધિ. એ બે વાતથી પ્રેરાઈને આ લખાણ પોતે Dairyમાં લખ્યું હોય. ચૈત્ર સુદ ૧૩. મહાવીર જ્યંતી, લ્યો. ચૈત્ર સુદ ૧૩ બરાબ૨ મહાવીર જયંતી. ‘ગુરુદેવ’નો પરિવર્તન દિન છે. તે દિવસે એમણે ૧૯૫૨માં લખ્યું છે. ૪૭ ને ૫ = ૫૨. ૯૫ વર્ષ થયા. ૯૫ વર્ષ પહેલાનું આ લખાણ છે.
ૐૐ, જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી...' અમે કેવી રીતે ઉપડ્યા હતા ? ક્યાંથી લીધું ? કે પરિપૂર્ણ શુદ્ધ થવું, એ સિવાય કોઈપણ વસ્તુની પ્રાપ્તિ અમારે કરવી નથી. અમારે કોઈની ઇચ્છા નથી. અહીંથી શરૂઆત કરી હતી. પૂર્ણતાને લક્ષે શરૂઆત કરી હતી. જેની... એટલે પોતાની. પોતાની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી...' શરૂઆત થઈ ત્યારથી જ. અને હવે તો અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે,...’ ઇચ્છા નિવૃત્ત થઈ છે, હોં ! ભાવના તો રહે છે. પણ ઇચ્છા નિવૃત્ત થઈ છે. એટલે એ જાતનો વિકલ્પ નથી. એમ.
૩૮૪
મુમુક્ષુ :– જ્ઞાનીઓને આવા જ ભાવ આવતા હોય છે.
-
પૂજ્ય ભાઈશ્રી :– હા. આ તો સહજ છે ને !
અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે,...' મોક્ષની ચિંતા પણ નિવૃત્ત થઈ છે. તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ?” આ બધા ઈશ્વર પાસે, ભગવાન પાસે માંગે છે ને ? તો કહે છે કે હે નાથ ! તું તુષ્ટમાન-પ્રસન્ન થઈને શું આપી દેવાનો હતો ? બહુ બહુ તો તું બધાને મોક્ષ પમાડે છો. પણ હવે અમારે તો મોક્ષની ઇચ્છા પણ નથી રહી. અમને એવો આત્મા મળી ગયો છે અને એ આત્મામાં એવી અમારી રમણતા વર્તે છે, અખંડ સ્વરૂપમાં એવી રમણતા વર્તે છે કે હવે આ પર્યાય આમ થાય તો ઠીક. એવો વિકલ્પ છૂટી ગયો છે.
મુમુક્ષુ :- મોક્ષસ્વરૂપ જ થઈ ગયો.
પૂજ્ય ભાઈશ્રી :- મોક્ષસ્વરૂપ જ છે. અથવા મોક્ષપદથી અનંત ગુણસ્વરૂપ જે આત્મા છે એમાં અમારી રમણતા વર્તે છે. હવે અમારે શું જોઈએ ? આત્મા મળી