________________
પત્રાંક-૬૮૦
૩૮૫
ગયા પછી અમારે શું જોઈએ ? અમારા આત્મામાં તો મોક્ષ ક૨વાનો બાકી નથી, એમ કહે છે. જે આત્મામાં અમે રમણતા કરીએ છીએ-પરમપારિણામીકભાવમાં૫૨માત્મતત્ત્વમાં. એમાં કાં મોક્ષ ક૨વાનો છે ? ‘યોગીન્દ્રદેવે’ શું કહ્યું ? કે જે બંધાયો હોય તેનો મોક્ષ થાય. પણ હું તો બંધાયો નથી પછી મારો મોક્ષ કેવી રીતે કરવાનો હતો ? હું તો અબદ્ધસ્પષ્ટ છું. એટલે હવે તારે પ્રસન્ન થઈને પણ શું આપવાનું બાકી રહે છે ? મારે તો કાંઈ લેવાનું બાકી નથી રહ્યું. તારે શું આપવાનું બાકી રહે છે ? શૈલી અસાધારણ શૈલી છે !
હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે...' હવે શુદ્ધાત્માને કૃપાળુ આત્મા કહ્યો છે. એણે પરિણમવાની કૃપા કરી છે ને ! હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે...' હવે તો હું તારા સ્વરૂપમાં વસી ગયો છું, અભેદ સ્વરૂપમાં અભેદ થયો છું. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી....' બે વચ્ચે લેવા દેવાનું હોય. લેવા દેવાનો વ્યવહાર કોની વચ્ચે હોય ? બે જણ હોય તો. પણ હું ને મારું સ્વરૂપ તો એક જ છીએ. એમાં મારે હવે લેવાનું શું ? અને દેવાનું શું ? કાંઈ લેવા દેવાનો પ્રશ્ન મારામાં ઉપસ્થિત થતો નથી.
હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે.’ હવે અમને કાંઈ મેળવવાની આકુળતા નથી. એટલે અમે પરમાનંદમાં બિરાજમાન છીએ. આ એમણે પોતાનું નિશ્ચય પરિણમન લીધું છે. દ્રવ્યદૃષ્ટિની વાત કરી છે એમ કહો કે પોતાના નિશ્ચય પરિણમનની વાત કરી છે. અમે તો અભેદસ્વરૂપમાં અભેદ થયા છીએ અને કાંઈ ભેદ અમારા સ્વરૂપ સાથે અમને નહિ વર્તતો હોવાથી અમારે કાંઈ લેવા-દેવાનું હવે કોઈની સાથે બનતું નથી. પરનું લેવા દેવાનું બનતું નથી. અમારા આત્મામાં તો અમારો પરિપૂર્ણ શુદ્ધાત્મા છે. પૂર્ણ આત્મામાં પૂર્ણપણે અમે તો જાણે આવી ગયા છીએ, હવે અમારે કાંઈ લેવા-દેવાનું રહેતું નથી. આટલી નિશ્ચયની વાત સ્થાપ્યા પછી હવે વ્યવહારની વાત કરે છે.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો,..’ જગતના અજ્ઞાની જીવો છે એ પોતાના આત્મકલ્યાણના માર્ગને અને પોતાના ૫૨માર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહિ સમજનારા છે. તે પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી,...’ પોતાની મતિકલ્પનાથી કલ્યાણના માર્ગને કલ્પે છે. અને એ કલ્પના પ્રમાણે વિવિધ ઉપાયોમાં પ્રવર્તન...' કરે છે. અને તેમ પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ