________________
૩૮૨
રાજહૃદય ભાગ-૧૩ વાણીને કેવી રીતે ઓળખે છે ? એ વગેરે.
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી :- મુખ્યપણે એવી વાત વારંવાર આવે છે. મુમુક્ષુ:
પૂજ્ય ભાઈશ્રી :- આવે છે, એ આવે છે પણ ઓલી વાત વધારે આવે છે. બાહ્યદૃષ્ટિ જીવોને એવું માહાસ્ય દર્શાવવા માટે અને કેવળજ્ઞાન પ્રત્યેનો કોઈ પુરુષાર્થ જગાડવા માટે એ વાત વારંવાર આવે છે. પણ મુમુક્ષુએ એ વાતને ગૌણ કરવા જેવી છે. અને કેવળજ્ઞાનના અંતરંગને મુખ્ય કરવા જેવું છે. એ આ આખા ઉત્તરનો જે મુખ્ય સારાંશ છે એ આ છે. બાહ્યદૃષ્ટિ જીવો માટે ભલે એ વાત હોય પણ હવે જ્યારે તમે કાંઈ આત્મજ્ઞાન માટે વિચારતા થયા છો અને આત્મજ્ઞાન પ્રાપ્તિની ભાવનાવાળા થયા છો તો કેવળજ્ઞાનના સ્વરૂપને એના અંતરંગથી વિચારજો, એના બહિરંગથી નહિ વિચારતા. એ જાણવાનો વિષય કરીને ગૌણ રાખવો. આદરવાનો વિષય અંતર્મુખ થવાનો છે અને મુખ્ય કરજો. એમ કહેવાનો અભિપ્રાય છે.
મુમુક્ષુ – ગુરુદેવે એટલે જ પરને જાણવાનો કડક ભાષામાં નિષેધ કર્યો છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. જીવન પરની રુચિ બહુ છે ને ? પરની રુચિ બહુ છે. એટલે પરની રુચિ છોડાવવી છે. જીવને કુતૂહલબુદ્ધિ એટલી બધી છે કે શાસ્ત્રજ્ઞાનના અભ્યાસીઓને પણ ઘણા શાસ્ત્રો વાંચીને ઘણું જાણવાનું મળે તો સારું, આવો જ એક લોભ થાય છે. એ પણ એના જ્ઞાનને વિકાસ થવામાં, પારમાર્થિક દૃષ્ટિએ તો પ્રતિકૂળ છે, અનુકૂળ નથી. આત્મજ્ઞાન ભણી વળાય અને આત્મજ્ઞાન ભણી વળવામાં જે પાયા હાથમાં આવે એ પકડવા જોઈએ. ગુરુદેવની ભાષામાં કહીએ તો પાયા પકડવા અનુભવ થાય એના પાયા પકડવા. તો અનુભવ થાશે. અનુભવ ઉપર જાવું, જાણવા ઉપર ન જાવું. અનુભવ વેદવાનો વિષય છે, જાણવાનો વિષય નથી. જાણવું એમાં ગર્ભિત છે પણ મુખ્યપણે એ વેદવાનો વિષય છે. એના ઉપર જાવું. એ ૬ ૭૯ (પત્ર પૂરો) થયો.