________________
३८०
રાજહૃદય ભાગ-૧૩
જગતનું જ્ઞાન થવું તેનું નામ ‘કેવળજ્ઞાન’ મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી.’ એ અર્થને તમારે મુખ્ય કરવો નહિ. તમારે માટે એ મુખ્ય ક૨વા માટે તમને લાભનું કારણ નહિ થાય. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે;...’ શાસ્ત્રકારોએ જગતના જીવોને વિશેષ લક્ષ થવા માટે. બહિર્દષ્ટિ જીવોને જ્ઞાનનું સામર્થ્ય બતાવવા માટે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે. અને તે કંઈ કલ્પિત છે એમ નહીં....' એમ હું કહેવા માગતો નથી કે એ વાત શાસ્ત્રાકારે ખોટી લખી છે. પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી.' કેવી સરસ માર્ગદર્શનની લાઈનદોરી આપી છે. એક જાણવાનો વિષય છે. એ અભિનિવેશ કરવાનો અને મુખ્યતા કરવાનો જરાય વિષય નથી. નહિતર તમે તો એની મારફત પરરુચિનું પોષણ કરી લેશો. કેવળજ્ઞાનની ચર્ચા ક૨શો અને તમારી પરરુચિનું પોષણ ક૨શો. એટલે એ તો કરવા યોગ્ય નથી.
‘આ ઠેકાણે વિશેષ લખવાની ઇચ્છા થાય છે, અને તે રોકવી પડે છે,...’ એટલે પોતાને Flow ઘણો છે. વિચારનો અંદર પ્રવાહ ઘણો આવ્યો છે, ઇચ્છા પણ થાય છે કે આમાં તો ઘણું લખી શકાય એવું છે. પણ અત્યારે તે ઇચ્છા રોકવી પડે છે. તોપણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ.' હવે અવતરણચિહ્ન કરીને વળી લખ્યું છે. ફરી ફરીને.
આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે ‘કેવળજ્ઞાન’ છે,’...’ આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી. જુઓ ! એમને આ મુખ્ય વાત કરવી છે. એટલે ભાર દઈને અવતરણ ચિહ્નમાં (લખ્યું છે). અવતરણ ચિહ્ન એટલા માટે આપ્યું છે કે અહીંયાં અમારું વજન છે કે “આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી...’’ એટલે તમામ પ્રકારનું શેયમાં શેયનિષ્ઠપણે હુંપણું થાય છે એ ટળી જાય.
‘સ્ફટિકની પેઠે...’ એકદમ શુદ્ધ સ્ફટિક, પારદર્શક હોય એની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે ‘કેવળજ્ઞાન' છે.' એ કેવળજ્ઞાનનું સ્વરૂપ છે અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાત્મ્યથી કરી બાહ્યદૃષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.” જિનાગમમાં જે વાત કરી છે એ બાહ્યષ્ટિ જીવો માટે વાત કરી છે. જે કેવળજ્ઞાનના અંતરંગને શુદ્ધ સ્ફટિક સ્વરૂપને નથી સમજતા એના માટે એવી વાત કરી છે. એનાથી પણ એને કાંઈ આકર્ષણ થાય કે એમ ! આવું સમર્થ જ્ઞાન હોય ! કે એક સમયમાં બધું જાણી લે ! એવું શાન શુદ્ધ