________________
૩૭૪
રાજહૃદય ભાગ-૧૩ વિરોધવાળી દેખાય છે, એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે;..’ એ ઉ૫૨ પણ કહ્યું કે, અત્યારે જે શાસ્ત્રવેત્તાઓ શબ્દબોધથી કેવળજ્ઞાનનું સ્વરૂપ કહે છે તે યથાર્થ નથી. એમ અત્યારે પણ કેવળજ્ઞાનની વ્યાખ્યા એ લોકો કરે છે એમાં વિરોધ દેખાતો હોય તો એ વાત ઠીક છે કે એમાં વિરોધ રહેલો છે. એની સાથે હું સંમત છું. તો તે સંભવિત છે.
કેમકે માત્ર જગતજ્ઞાન” તે કેવળજ્ઞાન”નો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે.’ વર્તમાન પ્રરૂપણામાં એ અધૂરી વાત છે એમ કહેવું છે. માત્ર જગતને જાણે, લોકાલોકને જાણે, ત્રણ કાળને જાણે તે કેવળજ્ઞાન. એટલો જ જે વિષય પ્રરૂપણામાં ઉપદેશાય છે એ મર્યાદિત વાત છે. ખરેખર એટલું જ એનું સ્વરૂપ નથી અને મુખ્યપણે શાસ્ત્રકાર એ કહેવા પણ માગતા નથી.
‘કેમકે માત્ર જગતજ્ઞાન' તે કેવળજ્ઞાન'નો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. આ પ્રકારનું સમાધાન લખતા ઘણા પ્રકારના વિરોધ દૃષ્ટિગોચર થાય છે, અને તે વિરોધો દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશકય છે...' હવે આ પ્રકારનું તમને સમાધાન આપીએ છીએ તો એની સામે બીજી વિરોધવાળી વાત પણ દર્શાવવી જોઈએ, જે અમને ખ્યાલમાં આવે છે. લોકો આમ પણ દલીલ કરે, આમ પણ કહે, આમ પણ કહે. અને એ બધાનું સમાધાન જો દર્શાવવામાં આવે તો એ પત્ર ઘણો લાંબો લાંબો થઈ જાય. જોકે આ પત્ર પણ ઘણો જ લાંબો થયો છે. એટલે એ બનવું હાલ તરતમાં અશક્ય છે. તોપણ ‘તેથી સંક્ષેપમાં સમાધાન લખ્યું છે.’ તોપણ નીચે પ્રમાણે અમે સંક્ષેપમાં આ વિષય ઉપર સમાધાન તમને લખીએ છીએ. “સમાધાનસમુચ્ચયાર્થ આ પ્રમાણે છે ઃ–' કેવો શબ્દ વાપર્યો છે ? એમની ભાષા આગવી છે.
મુમુક્ષુ :– પોતાની સ્વતંત્ર શૈલી છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– પોતાની સ્વતંત્ર ભાષા શૈલી છે. ‘સમાધાનસમુચ્ચાયાર્થ આ પ્રમાણે છે ઃ–' એટલે અનેક પ્રકારના સમાધાનનો સમુચ્ચય અર્થ કરીએ તો આ પ્રકારે છે. બહુ સાદિ ભાષામાં આપણે એવું બોલીએ બધી વાતનો સરવાળો આટલામાં છે. આપણે સાદિ ભાષામાં શું કહીએ ? કે બધી વાતનો સરવાળો અમે આટલામાં મૂકી દઈએ છીએ. આ કહે છે કે બધા સમાધાનનો સમુચ્ચય અર્થ, સમુચ્ચય એટલે ભેગો કરેલો અર્થ નીચે પ્રમાણે છે. મુમુક્ષુ :– આખો નિચોડ.
-