________________
પત્રાંક-૬ ૭૯
૩૭૫
પૂજ્ય ભાઈશ્રી :– નિચોડ મૂકી દીધો.
:
હવે અવતરણચિહ્ન કરીને લખે છે કે, “આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે, તેનું નામ કેવળજ્ઞાન' મુખ્યપણે છે...'' આ પોતે સીધી વ્યાખ્યા કરી કે “આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિને ભજે,..” એટલે જરાય મલિનતા ન રહે. પૂરેપૂરું નિરાવરણ શુદ્ધ જ્ઞાન થઈ જાય. કોઈપણ પ્રકારનો જ્ઞાનનો દોષ ન રહે. અલ્પત્વ પણ, અલ્પજ્ઞપણું પણ ન રહે. જ્ઞાનનો વિપર્યાસ તો ન રહે પણ અલ્પજ્ઞપણું પણ ન રહે, પરસન્મુખપણું પણ ન થાય. કાંઈ ન થાય. એકદમ અત્યંત સ્વભાવ સ્થિતિ, શુદ્ધ સ્થિતિ (થાય) તેનું નામ કેવળજ્ઞાન મુખ્યપણે છે.
સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા યોગ્ય છે...' એવી જે જ્ઞાનની સ્થિતિ તે સર્વ પ્રકારના રાગ-દ્વેષના અભાવમાં જ થાય. બીજી રીતે ન થાય. આ સ્પષ્ટ વાત છે. એમ કરીને એ સ્થાપ્યું છે કે અન્યમતિમાં પોતાના ઈશ્વરને આખા જગતના ત્રિકાળી જ્ઞાની, ત્રિકાળ વેત્તા તરીકે એ લોકો માને છે. અલ્પજ્ઞ નથી માનતા. એ તો સચરાચર બધું જાણે છે. એના જ્ઞાન બહાર એક પાંદડું હલતું નથી. એમ કહે. ઝાડનું એક પાંદડું ભગવાનની આજ્ઞા વિના હલતું નથી. એવી રીતે માને છે પણ સાથે રાગ-દ્વેષ જોડે છે. એમને પાછો આવો રાગ થયો, લાવ, મારા ભક્તોને બચાવું. વળી એવો દ્વેષ થયો કે આ ધર્મની હાનિ કરે છે માટે એનો હું નાશ કરું. ધર્મની ગ્લાનિ થાય અને સાધુને પરિત્રાણ ક૨વા માટે, સાધુ લોકોને બચાવવા માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું. ‘ગીતા’ની અંદર એ શ્લોક છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ...’ જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે પરિત્રાણાય સાધુનામ વિશાનાયચ દુષ્કૃતામ' જે દુષ્કૃત્ય કરનારા છે એનો નાશ કરવા માટે સંભવામિ યુગે યુગે.’ હું દરેક યુગે અવતા૨ ધારણ કરીશ. આમ ‘ગીતા’ની અંદર ‘શ્રીકૃષ્ણ’ના મુખેથી બોલાવડાવ્યું છે.
મુમુક્ષુ :– ‘ગીતા’ની મૂળ રચના કોની છે ?
પૂજ્ય ભાઈશ્રી :– આમ કહેવાય છે વ્યાસજીએ કરી છે એમ ગણાય છે. પણ એનું કોઈ Historical Proof નથી મળતું. પણ જે કીમતિ જેને કહીએ, દંતકથામાં વ્યાસજીનું નામ છે. પાત્રો ગોઠવ્યા છે. ‘શ્રીકૃષ્ણ’ અને ‘અર્જુન’ના સંવાદના બે પાત્રો ગોઠવેલા છે.
મુમુક્ષુ : જગ્યાએ આત્મા મૂકી દે...
પૂજ્ય ભાઈશ્રી :– હા, તો આવી જાય, તો આવી જાય. એમાં પણ સાંખ્યમાં
....