________________
૩૭૭.
પત્રાંક-૬૭૯ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. સમુચ્ચય સમાધાન લીધું ને ? સમાધાનસમુચ્ચય એ સંક્ષેપ આશય આ પ્રમાણે લીધો. હજી થોડુંક કહેશે. અહીંયાં મુમુક્ષુની ભૂમિકાની ચર્ચા છે. એટલે કેવળજ્ઞાનમાં કયું પડખું મુખ્યપણે ઉપકારી થવા યોગ્ય છે એમ પારમાર્થિક દૃષ્ટિકોણને મુખ્ય કર્યો છે. જગતના જ્ઞાનને કેવળજ્ઞાનનો વિષય મુખ્ય ન કર્યો. કેમ ? કે અત્યારે એને આત્મદશામાં વિશેષપણું થવા માટે શું ઉપકારી છે ? એટલો અહીંયાં દૃષ્ટિકોણ વિચારીને મુખ્યતા કરી. એ જરા ધ્યાન ખેંચવા જેવો વિષય છે.
મુમુક્ષુ - મુમુક્ષુએ એ રીતે જ વિચારવું.
પૂજ્ય ભાઈશ્રી – હા, મુમુક્ષુએ એ રીતે જ વિચારવું. એટલે તો ધ્યાન ખેંચ્યું કે કેવળજ્ઞાનના સ્વરૂપને તમે એ રીતે વિચારો, જેમાં સંપૂર્ણ આત્મસમાધિ અને આત્મસ્થિરતા વર્તે છે. કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.” એની મુખ્યતા કરો. જગતના જ્ઞાનની મુખ્યતા એટલા માટે નહિ કરો કે અહીંયાં મુમુક્ષુની ભૂમિકામાં અને છબસ્થ દશામાં જીવ ઘણું જાણવા જાય ત્યારે અનેક શેયો પ્રત્યે આકર્ષિત થઈને જાણવા જાય છે. અને એવી જે બાહ્ય પદાર્થોને જાણવાની કુતૂહલવૃત્તિ એ આત્માને સાધનામાં પ્રતિકૂળ છે અથવા એ પરરુચિ છે. આત્મરુચિમાં એ નથી જાતું. જેને આત્મરુચિ હોય એને ઘણું જાણવું, બહુ જાણવું, અનેક જાણવું એવી અન્ય અન્ય પદાર્થો વિષે રુચિ નથી રહેતી. એટલે પરરુચિ એ આત્માને અનુકૂળ નથી. મુમુક્ષુના આત્માને સ્વસ્વરૂપ રુચિ અનુકૂળ છે, પરરુચિ અનુકૂળ નથી. એટલે જગતના જ્ઞાન ઉપર વજન નથી દેતા. પણ સ્વરૂપસ્થિતિ ઉપર વજન દેવામાં આવે છે.
મુમુક્ષુ – જગતનું જ્ઞાન કરવા જાય તો એકત્વબુદ્ધિ છૂટે જ નહિ.
પૂજ્ય ભાઈશ્રી :- એકત્વબુદ્ધિમાં તો પડ્યો છે અને પરરુચિથી તીવ્ર એકત્વબુદ્ધિ થયા કરે. ઘણું જાણવું... ઘણું જાણવું. ઘણું જાણવું ઘણું જાણવું... હજી આ જાણવું... હજી આ જાણું... હજી આ જાણું... એમાં પરરુચિ કેળવાય છે. આત્મચિ કેળવવી જોઈએ એના બદલે પરરુચિ મુમુક્ષુ કેળવે તો એને એ પોતાને આરાધનામાં બાધકભાવ છે. એ સ્વરૂપની સમીપ નહિ આવે, સન્મુખ નહિ થઈ શકે.
મુમુક્ષુ – શાસ્ત્ર છ કલાક વાંચવું જોઈએ તો કેવી રીતે વાંચવું? પૂજ્ય ભાઈશ્રી – શાસ્ત્ર છ કલાક વાંચવું તો સ્વલક્ષે વાંચવું. આત્મસ્વરૂપનું