________________
૩૬૨
અસંખ્ય પ્રકા૨ના દોષ નિવારણ ક૨વાની પણ વાત કરી છે, એમ કહેવું છે.
અસંખ્યાત યોગ કહ્યા છે. તે મધ્યેનો એક આ વિચારયોગ’...’ એવી જે ઘણી વાતો કરી છે એમાંનો આ એક વિચારયોગ પણ તમને કહ્યો. એક આ વિચારયોગ’ કહ્યો છે એમ સમજ્વા યોગ્ય છે.’ પ્રશ્ન ગમે તે હોય પણ ઉત્તર એવો આપ્યો છે કે આ એક વિચારયોગથી તમે કષાયના અભાવનો પુરુષાર્થ કરવાના કોઈ અંતર વિચારમાં આવો. આવી એક વાત આવા એક હેતુથી આ વાત ચાલી છે. આની પાછળ આ પ્રયોજન છે. પરમાણુની વાત કરવા પાછળ બીજું કોઈ અમારું પ્રયોજન નથી.
રાજહૃદય ભાગ-૧૧
મુમુક્ષુ :- આ મર્મ ઉ૫૨થી તો દેખાતો નથી.
પૂજ્ય ભાઈશ્રી :– હા. વાત તો એ છે કે એમણે ઘણી વાત ખોલી છે. પોતે પોતાના ઉત્તર લખવામાં ઘણી વાત ખોલી નાખી છે. સામાન્ય રીતે સિદ્ધાંત શાસ્ત્રો જોઈએ, જેમકે પંચાસ્તિકાય'માં વાત લીધી છે. અરૂપી દ્રવ્યો કોને કહેવા ? એનો પ્રદેશ કોને કહેવો ? ૫૨માણુ કોને કહેવો ? એક પરમાણુ કોને કહેવો ? શુદ્ધ ૫૨માણુ કોને કહેવો ? સમય કોને કહેવો ? છએ દ્રવ્યોની વાત આવે ને ? પંચાસ્તિકાયમાં પાંચ અસ્તિકાયપૂર્વક ષટ્દ્રવ્ય વિવરણ છે. તો એ સિદ્ધાંત શાસ્ત્રમાં બધી વાત આવે. પણ એમાં આ હેતુ છે એ શાની સિવાય મર્મ ખોલી શકે એવું નથી. એ એમની વિશેષતા છે. આ તો સિદ્ધાંત છે એટલે સિદ્ધાંતનું પ્રતિપાદન કરી દીધું કે વસ્તુનું સ્વરૂપ આમ છે. પણ એ વસ્તુના સ્વરૂપને કષાયના અભાવ કરવાથી જાણવાનું છે એવા પ્રયોજનથી વાત એમણે મૂકી છે. એ વિશેષતા છે. એનો અર્થ એમ થાય છે કે કષાયનો અભાવ ક૨વા માટે આ વિષયનું પ્રતિપાદન કર્યું છે. એમ પોતે ગમે ત્યાંથી પોતાના પ્રયોજનને જોડી દે છે.
મુમુક્ષુ :- બાકીના પાંચે દ્રવ્ય સાથે આત્માને શું સંબંધ છે એ મોટી વાત છે. પૂજ્ય ભાઈશ્રી : :- હા. એટલે કોઈપણ વિષયનું જ્ઞાન થાય તો એ જ્ઞાન કેવી રીતે થયું ? કારણ કે તો પાંચ તો અરૂપી છે. અરૂપી પદાર્થનું જ્ઞાન કેવી રીતે થાય ? કે કેવળજ્ઞાન થયા વિના પ્રત્યક્ષ અરૂપી પદાર્થનું કોઈને જ્ઞાન થાય નહિ. કેવી રીતે કેવળજ્ઞાન થાય ? કે કષાયનો અભાવ કરે તો કેવળજ્ઞાન થાય. એમ કરીને એ વાતને અંતરવિચારના યોગમાં લઈ ગયા છે. એ સાધન કરી નાખ્યું એણે. અંતરવિચારમાં જવાનું સાધન બનાવ્યું. એ ચોથા પ્રશ્નનો ઉત્તર છે. પાંચમા પ્રશ્નનો વિષય લે છે.