________________
૩૫૪
રાજહૃદય ભાગ-૧૩ પણ કોઈ આત્મદષ્ટિપૂર્વક કરી છે, એમ કહેવું છે. આવી જે વ્યાખ્યાઓ કરી છે એનો આશય આત્મદષ્ટિ છે. નહિતર જાણવાનો વિષય છે. આપણે શું જાણીને કામ છે એમ કરીને માણસ છોડી દે. પાંચ જ્ઞાનનું વર્ણન કર્યું એમાં એ વાત એમણે છેલ્લી ત્રણ લીટીમાં લીધી. એ જરા હેતુસૂચક છે. “જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ.છે. શું કહે છે? વ્યાખ્યા તો વ્યાખ્યા છે. અને એ તો કોઈ વિદ્વાન પંડિત પણ એ વ્યાખ્યાને કહી શકે, સમજી શકે, સમજાવી શકે. પણ કયા આશયથી એ વ્યાખ્યા જિનાગમમાં કહી છે અને એ આશય જાણ્યા વિના એ વ્યાખ્યાને જાણવું થાય એમાં બહુ મોટો ફરક છે, એમ કહે છે. | મુમુક્ષુ - યથાર્થતા સમજવામાં આવતી નથી.
પૂજ્ય ભાઈશ્રી - યથાર્થતા સમજવામાં ન આવે અને પોતાના પ્રયોજનની સાથે આને શું સંબંધ છે? એવું જે પ્રયોજન સાથે એ વિષયને સાંકળવું એ જ્ઞાનીને અથવા જે આશયથી એ વાત કહેવામાં આવી છે એ આશય ન સમજાય ત્યાં સુધી એ પ્રકારે એ વાતને સમજવામાં આવતી નથી. કોઈ અન્યથા પ્રકારે સમજવામાં આવે છે. અને અન્યથા પ્રકારે જ્યારે સમજવામાં આવે છે ત્યારે બીજાઓ એવું સમજતા નથી અને હું એવું સમજું છું, એ પ્રકાર આવ્યા વિના રહે નહિ. એટલે અભિનિવેશ થાય. જેને શાસ્ત્ર અભિનિવેશ કહે છે એ પ્રકાર ઉત્પન્ન થાય.
એટલે અહીંયાં એ વાત કરી કે, “એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે; સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં. છવસ્થ જીવને સાક્ષાત્ એક સમયનું જ્ઞાન ન થાય, સાક્ષાત્ એક પરમાણુનું જ્ઞાન ન થાય. સાક્ષાત્ એક અરૂપી પ્રદેશ ન જણાય. સાક્ષાત્ ન જણાય એમ કહીને એમ કહ્યું કે પરોક્ષ જણાય ખરું. જુઓ ! આમાંથી શું નીકળે છે ? કે સાક્ષાત્ એટલે પ્રત્યક્ષ ન જણાય, પણ પરોક્ષ જણાય ખરું. એટલે એના શ્રુતજ્ઞાનમાં છદ્મસ્થ જીવ એક સમયનો પણ નિર્ણય કરી શકે, એક પ્રદેશનો પણ નિર્ણય કરી શકે, એક પરમાણુનો પણ નિર્ણય કરી શકે છે પણ સાક્ષાતુ ન જાણી શકે. પરોક્ષપણે જાણી શકે, પ્રત્યક્ષ ન જાણે એમ કહેવું છે.
મુમુક્ષુ - યથાર્થ જ હોય. પૂજ્ય ભાઈશ્રી :- એ યથાર્થ હોય. સમ્યક્ શ્રુતજ્ઞાનમાં એવો નિર્ણય થાય તે