________________
પત્રક-૬૭૯
૩૪૭ કે જુઓ ! એના ઘરે ગયા વિના, એ ઘડો જોયા વિના, ઘરનો ઓરડો જોયા વિના, દવા જોયા વિના દવા ક્યાં પડી છે એ કહી દીધું કે નહિ કેવળજ્ઞાનીએ ? વિરોધાભાસ ક્યાં આવ્યો ? એવી રીતે કેવળજ્ઞાનીને ઉપસર્ગ હોય નહિ કેવળજ્ઞાન થયા પછી. એટલે એને કોઈ એવું દરદ થાય નહિ. દરદ થાય તોપણ દવાની યાચના છદ્મસ્થની જેમ કરે નહિ. મુનિ હોય તોપણ ન કરે. આ તો મુનિન્દ્ર છે, કેવળજ્ઞાની છે. પણ મુનિરાજ પણ દવાની યાચના કરે નહિ. એમને કોઈ ઔષધદાન આપે તો એ ઔષધી આહારમાં ભેળવી દે. બીજી વાર તો લેતા નથી ને. મૂનિ તો બીજી વાર આહાર લે નહિ. દવા ન લે, પાણી ન લે અને આહાર પણ ન લે. એટલે એમને તો કોઈ ઔષધ દાન આપે એટલે ખબર પડે કે આ મુનિરાજને કાંઈક આવો રોગ થઈ ગયો છે અને રોગનો ઉપસર્ગ એમને વર્તે છે. કોઈ બીજા શ્રાવક ધર્માત્મા હોય એ એને આહારદાન આપે ત્યારે અંદર ભેળવી દે. બાકી છૂટી દવા તો એ માગે પણ નહિ અને તે પણ નહિ. એમણે દવા મગાવી, એટલે યાચના કરી. એ બધો કેવળજ્ઞાનથી વિરોધાભાસમાં જાય છે. કેવળજ્ઞાનીની એવી સ્થિતિ હોતી નથી, એ પ્રકાર હોતો નથી. પણ કેવળજ્ઞાન...
એટલે એને એમ કહે છે યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અન્ન જીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થે તે જ્ઞાનનો...” અસંભવ છે એમ નથી. પરમાર્થે એવું જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. શાસ્ત્રમાં છે એ વાત બરાબર છે, શાસ્ત્રમાં કેવળજ્ઞાનની વાત ખોટી નથી કે લોકાલોકને જાણે. પણ એ પરમાર્થથી અજાણ્યા છે એવા જીવો એ વિષયને જાણતા નથી એટલે કાંઈક ગડબડ કરી જાય છે.
જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા...” લ્યો ! અહીંયાં પણ આશય શબ્દ લીધો. જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય.” એટલે કે કષાયનો અભાવ થાય એવા આશયથી એ વ્યાખ્યા કરી છે કે આવું જ્ઞાન ક્યારે પ્રગટ્યું ? કે કષાયનો અભાવ થયો ત્યારે પ્રગટ્ય. ત્રણ કષાયનો અભાવ થાય ત્યારે મન:પર્યયજ્ઞાન થાય. ચારે ચાર કષાયનો એટલે સર્વથા કષાયનો પરિપૂર્ણ અભાવ થાય ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. એવા આશયથી એ વ્યાખ્યા કરી હોય. “અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી.....” એમાં તો કષાય આવી ગયો. લોભકષાય ક્યાં મૂક્યો? દસમા ગુણસ્થાને સૂક્ષ્મ સાંપ્રાય હોય છે તોપણ