________________
૩૪૬
રાજહૃદય ભાગ-૧૩ લબ્ધિ છે, અસંખ્ય પ્રકારની સામે વિશુદ્ધિ છે. એમાં તો ઘણા પ્રકારો છે. આપણું ભેજું કામ ન કરે એટલા. પણ એમનામાં અમુક સિદ્ધિયોગ હતો એ વાત તો આપણે ચર્ચામાં આવી ગઈ. તે પોતે સ્વીકારી છે કે સિદ્ધયોગ છે.
મુમુક્ષુ :- જ્ઞાનની શક્તિ ખરી ?
પૂજ્ય ભાઈશ્રી – હા. ઉઘાડ તો જ્ઞાનનો જ. પણ એની સાથે આરાધનાનું કાંઈક નિમિત્ત છે. આગળપાછળ આત્માના સ્વરૂપની વિશુદ્ધિનું નિમિત્ત છે. કેમકે સાધકજીવ છે ને? નહિતર તો એમનું જે અજ્ઞાન હઠયોગ જેને કહીએ, મેલી વિદ્યા જેને કહીએ એ રીતે પણ કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. અથવા કોઈ માર્ગાનુસારી જીવોને પણ સરળતાદિ ગુણને કારણે પણ એવી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. અને જ્ઞાની પુરુષને પણ એવી લબ્ધિ ઉત્પન્ન થાય છે. ત્રણ પ્રકાર છે. હમણાં આપણે એ ચર્ચામાં ચાલી ગયું.
સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે. પાંચમાંથી ગમે તે જ્ઞાન પ્રગટ થાય અને એની સ્થિતિ હોય તો એ સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે. આત્મા સિવાય બીજું કોઈ નથી. અંદર બધું ભરેલું છે, એમ કહે છે. એનું ક્ષેત્ર આત્મા છે, તો પછી અવધિ મન:પર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે ?’ એમાં કાંઈ સંશય કરવા જેવું નથી. યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અશ જીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે.” એ પણ કહી દીધું. અત્યારે કેટલાક શાસ્ત્રના, યથાસ્થિત પરમાર્થના અજ્ઞ જીવો છે. શાસ્ત્રમાં જે પરમાર્થ કહ્યો છે એ પરમાર્થથી જે અજાણ્યા છે એવા જીવો આવા બધા પદની વ્યાખ્યા કરવા જતાં અન્યથા પ્રકારે વ્યાખ્યા કરે છે, ક્યાંક વિરોધાભાસ ઉત્પન્ન થાય એવી વ્યાખ્યા કરે.
જેમકે કેવળજ્ઞાન. ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન પ્રગટી ગયું. ત્યારે એ કેવળજ્ઞાન પ્રગટ્યું છે એ બતાવવા એમણે એમ કહ્યું કે જાવ ભાઈ ! મારી તબિયત બગડી છે. એમને કાંઈ ડાયેરિયા જેવું થઈ ગયેલું અને લોહીના ઝાડા થઈ ગયેલા. એને શાસ્ત્રભાષામાં લોહી ખંડવા કહે છે. મારા રોગની દવા લાણા શ્રાવકના ઘરે એના ફલાણા ઓરડામાં એક ઘડો પડ્યો છે, એ ઘડાના ઉપરના તળિયે ચોટેલી છે. તમે ઘડામાં જોશો તો તમને ઘડો ખાલી લાગશે. પણ મારા કેવળજ્ઞાનમાં દેખાય છે કે એ ઉપરના તળિયે ચોટેલી છે. ત્યાંથી તમે ઉખાડીને લઈ આવો. એટલે એ દવાથી મારું દરદ મટી જશે. એમ કહીને કેવળજ્ઞાનની સિદ્ધિ કરી