________________
૩૪૮
રાજહૃદય ભાગ-૧૩
વિકલ્પ નથી આવતો. દસમા ગુણસ્થાને સૂક્ષ્મ સાંપ્રાયમાં લોભનો સૂક્ષ્મ કણ છે એને પણ વિકલ્પ નથી કે મારે આહાર લેવો કે મારે દવા લેવી કે મારે કાંઈ જોઈએ કે કરે એવો એક પરમાણુનો લોભ નથી. તો તેરમા ગુણસ્થાને વીતરાગ દશામાં કચાંથી આવ્યો ? ત્યા૨પછી તો ક્ષીણકષાયનું બારમું ગુણસ્થાન આવ્યું. અને એ ગુણસ્થાન પાર કરીને કેવળજ્ઞાનનું તેરમું ગુણસ્થાન આવ્યું. તો ત્યાં કષાય કચાંથી આવ્યો ? કે લાવો દવા. એ તો કષાય છે. અને તે તીવ્ર કષાય છે પાછો. કષાય છે એમ નહિ પણ તીવ્ર કષાય છે. અશુભભાવ છે, શુભભાવ પણ નથી. દવા લેવાનો ભાવ તે શુભભાવ નથી, અશુભભાવ છે. આ તબિયત બગડે ને દવા લેવાનું મન થાય છે ને ? દવા માટે જેટલા વિચારો આવે એ બધા અશુભભાવ છે.
મુમુક્ષુ :– રોગ થાય એ તો અશાતાનો ઉદય છે. કેવળીભગવાનને અશાતા તો હોય નહિ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એટલી અશાતા ન હોય. આમ તો એમને અનંતી શાતા વર્તે છે. પણ શાતા કે અશાતા પૂર્ણ પ્રકૃતિ કોઈ હોતી નથી. બધી પ્રકૃતિ અધૂરી જ હોય છે. એટલે કરણાનુયોગની અંદર અશાતાને ગણે છે. હિસાબકિતાબ મૂકનારા તો એનો હિસાબ મૂકે છે. કેટલો હિસાબ છે ? કે એક મોટા સમુદ્રની અંદર, સ્વયંભૂરમણ સમુદ્રની અંદર ઝેરનું ટીપું નાખો તો એ પાણી પીએ તો કોઈ મરે કે ન મરે ? ન મરે. એટલી અશાતા હોય છે. એમ. એટલે એ અશાતાવશ વિકલ્પ ન ઊઠે અને એ અશાતાવશ વિકલ્પ અનુસારની પ્રવૃત્તિ પણ
ન થાય.
માણસને કષાય થાય, કષાય તીવ્ર થાય, કષાય મનમાં થોડો અલ્પ થાય ત્યાં સુધી તો બીજાને ખબર પણ ન પડે કે કેવો કષાય અંદર વર્તે છે. પછી એ કષાય તીવ્ર થાય એટલે મોઢા ઉ૫૨ હાવભાવ આવે ત્યારે ખબર પડે કે આને આ જાતનો કષાય લાગે છે. પછી બહુ તીવ્ર કષાય થાય ત્યારે વાણી સુધીની પ્રવૃત્તિ થાય. તો ભગવાને જ્યારે વાણી કરી કે લાવો મારે માટે દવા. ત્યારે કેટલો તીવ્ર કષાય કર્યો હશે ? First stage માં આવી ગયા. એ તો કષાયનો First stage થઈ ગયો. એ તીવ્ર અશાતા થઈ. એટલો અશાતાનો ઉદય કોઈ કેવળજ્ઞાનીને હોતો નથી. કોઈ કેવળજ્ઞાનીને ન હોય. તીર્થંકર તો આમ તો અનંત પુણ્યના ધણી છે. એટલું પુણ્ય તો જગતમાં કોઈને નથી. ઇન્દ્રોને નથી, ચક્રવર્તીઓને નથી. કેમકે એ બધા એને વંદન કરવા આવે છે. સર્વોત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ હોય તો તીર્થંકર પ્રકૃતિ છે. અને એ