________________
પત્રક-૬૭૯
૩૨૫
લીધે એને મિથ્યાભાવ કહેવામાં આવે છે, એને અજ્ઞાન કહેવામાં આવે છે અને એના ફળને નિયમથી દુઃખની જ પ્રાપ્તિ થાય છે. કલ્પનાના ફળમાં સુખની પ્રાપ્તિ થતી નથી. આ નિયમ છે.
મુમુક્ષુ :– ૨૯મે વર્ષે બહુ ગજબ કામ કર્યું છે !
પૂજ્ય ભાઈશ્રી :- સમર્થ જ્ઞાનીપુરુષ છે. શરીરની આયુ ભલે ૨૯ વર્ષની છે પણ સમર્થ જ્ઞાનીપુરુષ છે. આવી વાતો એમણે જે વ્યક્ત કરી છે એ અનુભવમાં કલમ બોળી બોળીને લખેલી વાત છે.
મુમુક્ષુ :– ધર્મનો લોપ થઈ જાય.
=
-
પૂજ્ય ભાઈશ્રી :- ધર્મનો લોપ ન થાય, અધર્મનો લોપ થાય. જ્ઞાની દ્વારા ધર્મનો લોપ ન થાય. કેમકે પોતે ધર્મ પ્રગટાવ્યો છે અને બીજાને પ્રગટ થવામાં જ્ઞાની જ નિમિત્ત પડી શકે, બીજા તો નિમિત્ત પડી પણ ન શકે. અને જ્યારે બીજાને ધર્મ પ્રગટાવવામાં નિમિત્ત પડે ત્યારે એના અધર્મનો લોપ થાય, પણ કોઈ ધર્મનો જ્ઞાનીના નિમિત્તે લોપ થાય નહિ. માનેલો ધર્મ લોપાતો હોય એવું લાગે. પોતે જેને ધર્મ માન્યો છે, જે ધર્મ નથી એને ધર્મ માન્યો છે એ ધર્મનો લોપ થતો દેખાય. પણ જ્ઞાની દ્વારા ખરેખર સત્યધર્મનો લોપ થતો નથી.
મુમુક્ષુ :- મુમુક્ષુ આ જે કલ્પનાથી વાત કરે છે એ બરાબર પકડી શકે ? પૂજ્ય ભાઈશ્રી :– હા, પકડી શકે. એનું કારણ છે કે પોતે આત્માર્થમાં આવ્યો છે અને એની નજર આત્માર્થ ઉ૫૨ છે. કહેના૨ની વાત-શબ્દો ઉ૫૨ નથી. કયા શબ્દોમાં વાત કરે છે એના ઉ૫૨ એની નજર નથી. કહેનાર આત્માર્થને કેવી રીતે બતાવે છે ? આત્માર્થ બાજુ એનું વલણ કેવી રીતે કહેતા કહેતા આવે છે, એ સમજવાનો એ પ્રયોગ કરે છે. એટલે સાંભળનારના ભાવને કહેનારના ભાવ સાથે Interlink છે. સંબંધ જોડાય છે. ભાવનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. વાણીનો તો સ્થૂળપણે કહેવાય છે. ખરેખર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ભાવથી ભજે છે. કહેના૨નો ભાવ અને સાંભળનારના ભાવને મેળ ખાય છે. ત્યારે મેળ ખાય એને નિમિત્તનૈમિત્તક સંબંધ કહ્યો. નો મેળ ખાય એને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ લાગુ પડતો નથી. આ સીધી વાત છે. એટલે એ રીતે Link મળે છે ત્યારે એ સમજે છે કે બરાબર છે. કહેનાર છે તે યથાર્થ છે.
મુમુક્ષુ :– મુમુક્ષુને પોતાના આત્મહિત તરફ...
-
પૂજ્ય ભાઈશ્રી :– હા, આત્મહિતને એ ખોજે છે, આત્મહિતની પાછળ એ