________________
પત્રક-૬૭૯
૩૨૯
યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે.’ આ રીતે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેના તફાવતને પોતે સારી રીતે અહીંયાં સ્પષ્ટ કર્યો છે. બીજા પણ બે-ત્રણ ભેદ નીચે લેશે.
‘એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે,....' જ્ઞાનીને તો સહજસ્વભાવે એની ઓળખાણ છે. એને તો કાંઈ ઉપયોગ લંબાવો પડતો નથી, સહેજે ખબર પડે છે. એમાં શું છે કે, વિરુદ્ધ સ્વભાવ હોવા છતાં એ વિરુદ્ધ સ્વભાવના પ્રતિપાદનમાં સંતુલન જળવાય છે કે નથી જળવાતું ? એ એની વાણી ઉ૫૨થી એના ભાવને જ્ઞાની માપી શકે છે. કેમકે એ સંતુલન જ્ઞાની સિવાય (બીજો) જાળવી શકે નહિ. એટલે એની ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તો એને ખ્યાલ આવવા યોગ્ય છે. ઓછામાં ઓછી. એથી નીચેવાળાને નહિ. જ્ઞાનીને તો સહજસ્વભાવે જ એની ઓળખાણ છે. કેમકે એ પોતે જ એ ભાવની અંદર વર્તી રહ્યા છે, એ માર્ગે ચાલી રહ્યા છે. એટલે કેમ ચાલવું હોય, કેમ બોલવું હોય એની એને બરાબર ખબર છે.
જ
કેમકે પોતે ભાનસહિત છે.’ અને ભાનસહિત હોવાથી ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે.’ આત્માર્થ ઉપદેશક ભાષા કહેવી અને આત્માર્થ ઉપદેશક ભાષા એ આશયના પ્રકારથી કહેવી-આ બે વચ્ચે ફક છે. ફરીથી. આત્માર્થ ઉપદેશક ભાષાનું કહેવું થાય અને આત્માર્થ ઉપદેશક આશય જળવાયને ભાષાનો (જે) પ્રકાર આવે એ પ્રકારથી પ્રકારાંત૨પણામાં જે ફેર પડે છે એ ભાનસહિત હોય તો ખબર પડી જાય છે કે આ ભાનસહિત બોલે છે. નહિતર આ એવી જ વાત બેભાનપણામાં બોલે છે એમ જ્ઞાનીને ખબર પડી જાય છે કે વાત તો એવી જ બોલે છે પણ એ બેભાનપણાની અંદર બોલે છે. એટલે ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં....’
કાલે આપણે દૃષ્ટાંત લીધું હતું. જરા સમજી શકાય એવું દૃષ્ટાંત લીધું હતું. રૂપિયાના રણકારનો દૃષ્ટાંત લીધો હતો અને એક ‘ગુરુદેવ’ની વાણીનું દૃષ્ટાંત લીધું હતું. ૪૭ શક્તિની અંદર એમણે જે વાત કરી છે એમાં જે આશયથી વાત કરે છે એ આશય પકડવા જેવો આશય છે. વાત શક્તિની છે-ગુણની છે તોપણ જેને એ ગુણના શુદ્ધ પરિણમન સ્વભાવનું અથવા એ ગુણના શુદ્ધ પરિણમનશીલતાનો