________________
૩૪૨
રાજહૃદય ભાગ-૧૩ ભેદને કેવી રીતે સમજવો, કોણ સમજે? કેવી રીતે સમજવો? એમાં ભેદ શું છે? અને એ ભેદ કોણ સમજે? આટલા પડખાંથી બીજા પ્રશ્નનો ઉત્તર ચાલ્યો છે. પ્રશ્ન ગમે તે હોય.
મુમુક્ષુ :- ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે. ... અભિપ્રાય હતો જ ને ?
પૂજ્ય ભાઈશ્રી :- હા. થઈ જ જાય એ તો. તરત ખબર પડી કે આણે શાંતિ જોઈ છે અને આણે શાંતિ નથી જોઈતી. એવું છે જરા. એ તો બોલ ઉપર તોલ થઈ જાય એવો વિષય છે. એક વાત કરે ને એટલે બોલ ઉપર તલ થઈ જાય. માપી લે. તોળવું એટલે માપી લે.
ત્રીજું. જિનાગમમાં મતિ શ્રત આદિ જ્ઞાનનાં પાંચ પ્રકાર કહ્યા છે...... હવે મતિ, શ્રત, અવધિ, મન:પર્યય અને કેવળ એ જે પાંચ પ્રકારના નામ છે અને એ પાંચ પ્રકારની જે જ્ઞાનની વિશેષતાઓ છે તે જિનાગમમાં કહેલી યથાર્થ છે. એ સંદેહને યોગ્ય નથી. અથવા કોઈ ઊપમાથી, અલંકારથી, કોઈ અતિશયોક્તિથી જ્ઞાનને એવી રીતે બતાવવામાં આવ્યું છે એમ પણ વિચારવા યોગ્ય નથી. એવો ઉત્તર છે. પ્રશ્ન ગમે તે હોય પણ ઉત્તરમાં એ વાત છે.
જિનાગમમાં મતિ કૃત આદિ જ્ઞાનનાં પાંચ પ્રકાર કહ્યા છે, તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી. કોઈ ઉપમા આપી દીધી છે કે, ભાઈ ! કેવળજ્ઞાન તો જ્ઞાનનો સાગર છે માટે એ ઉપમા આપી છે એમ નથી. ખરેખર તો એ ઉપમા નાની પડે છે, ટૂંકી પડે છે. સાગર નાનો પડે છે, જ્ઞાન એટલું મોટું છે. ઉપમાવાચક નથી.
અવધિ, મન:પર્યવાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવચ્છેદ જેવા લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી.” અવધિજ્ઞાન એટલે ભૂત કે ભવિષ્યના કાળ અને ક્ષેત્રની મર્યાદાનું જ્ઞાન કરે. વર્તમાન નહિ. વર્તમાનમાં પણ વર્તમાન ક્ષેત્ર, એ તો ક્ષેત્ર તો બધા ત્રણે લોકના વર્તમાન છે પણ કાળમાં ભૂત અને ભવિષ્ય છે. એ સંબંધીનું અવધિજ્ઞાનથી ઉપયોગ લંબાવીને જાણવું થાય કે અત્યારે દેવલોકમાં આમ છે). ફ્લાણા દેવલોકમાં ફલાણા જીવ અત્યારે આ બધા આમ બેઠા અને ધર્મચર્ચા કરે છે. ઉપયોગમાં લાવે. અથવા ભૂતકાળમાં આનું આમ બન્યું હતું અથવા ભવિષ્યમાં આમ બનશે. અવધિ એટલે મર્યાદા. એવી જુદી જુદી ક્ષયોપશમ અનુસારની મર્યાદા હોય છે. કોઈને ઓછી, કોઈને વધારે. અને મન:પર્યયજ્ઞાન એટલે બીજાના મનના મુદ્દગલો જ્ઞાનમાં જણાય. જેમ એક માણસ બીજાનું શરીર જોવે છે, બીજાની આંખ જોવે છે, મોઢાના હાવભાવ જોવે છે. એના