________________
૩૩૦
રાજહૃદય ભાગ-૧૩ ભાવ ભાસે છે એને એવો જ ગુણ પરિણમવા લાગે છે.
જેમ કે શુદ્ધઆત્મા જેવો છે, જેવો શુદ્ધાત્મા છે એવો જ જો શુદ્ધાત્મા જોવામાં આવે તો તેવું તદાકાર જ્ઞાન થઈને તે જીવને મોક્ષમાર્ગ પ્રગટ થઈ જાય. જેવો શુદ્ધાત્મા છે એવો જ શુદ્ધાત્મા જો જોવામાં આવે તો જોનારને શુદ્ધતા ઉત્પન્ન થઈ જાય, લ્યો. બીજી રીતે કહીએ તો જોનારને શુદ્ધતા ઉત્પન્ન થઈ જાય. એટલે શુદ્ધાત્મા કહેવો એક વાત છે અને જોઈને કહેવો તે બીજી વાત છે. જે જોઈને કહે છે એ કેવી રીતે જોતા શુદ્ધ થવાય છે એ વાત થઈને કહે છે - શુદ્ધ થઈને કહે છે. અને જેને એ જોતા જ આવડતું નથી એ શુદ્ધ થઈને કેવી રીતે કહે? અને એ વાત એને વાણીમાં કેવી રીતે આવે ? એ રીતે આશયફેર થાય છે. અહીંયાં આશય શબ્દનો પ્રયોગ કર્યો છે.
ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં.” બીજો જીવ પણ સ્વરૂપની ઉન્મુખતા છોડીને એને સ્વરૂપની સન્મુખતામાં વાળી શે, એવો જે વાણીનો પ્રકાર છે, એ પ્રકાર બીજાને આવી શકે નહિ. જ્ઞાની સિવાય એ પ્રકાર બીજાને આવી શકે નહિ. અને જેને એ પ્રકારનો સાક્ષાત્ અનુભવ થાય, જ્ઞાનીની એવી વાણીનો જેને સાક્ષાતુ અનુભવ થાય, કે જે ઉન્મુખ હતો એ એની વાણીથી સન્મુખ થઈ જાય. એને એમ લાગે કે હું મધદરિયે સંસારસમુદ્રમાં મધ્ય ડૂબતો હતો. કાંડુ પકડીને ઊપર ખેંચી લીધો છે. જેમ કોઈ કાંડુ પકડીને કાંઠે મૂકી દે એવી રીતે મને કાંઠે મૂક્યો છે. કેવી રીતે મને બચાવ્યો છે એની એને પ્રત્યક્ષ અનુભવથી સમજણ પડે છે અને એથી એને એમ કહે છે કે જ્ઞાની તો મારા માટે અનંત તીર્થકરથી પણ અધિક છે અથવા જ્ઞાની તો મારા માટે પરમાત્મા જ છે. આ જ્ઞાની કોઈ દેહધારી દિવ્યમૂર્તિ પરમાત્મા છે ! કેવા શબ્દો વાપર્યા છે ?
૨૨૩ પત્ર. આ જ્ઞાની છે એ દેહધારી દિવ્યમૂર્તિ પરમાત્મા છે. ૨૨૩માં લીધું છે. પાનું-ર૭૬. એમાં બીજો નહિ ને ત્રીજો Paragraph જે મોટો છે, પરમાત્મા શબ્દથી શરૂઆત થાય છે એમાં છઠી લીટી છે કે, “જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; કેમ ? કે નિજપરમાત્માની પ્રાપ્તિ થયા પહેલા જ્ઞાનીની ઓળખાણ થાય છે. પછી નિજ પરમાત્માની ઓળખાણ થાય છે. પહેલા વ્યક્ત પરમાત્માની ઓળખાણ થાય છે, પછી પોતાના અવ્યક્ત પરમાત્માની ઓળખાણ થાય છે. એટલે તેની