________________
રાજા ભાગ-૧૩
૩૩૬
જ્ઞાનીની વાણીમાં એનો ઉદ્દેશ છે આત્મહિતનો. એ બીજા જ્ઞાની પકડી લે છે. જ્યારે જ્ઞાનીની વાણી નથી હોતી પણ જ્ઞાનીની વાણી જેવી વાણી હોય તોપણ કહેનારના ઉદ્દેશમાં એ વાત નથી એ વાત એ સમજી શકાય છે, એ પકડી શકે છે.
આપણે કોઈ Negotiations નો વિષય હોય છે, જેને ગુજરાતીમાં વાટાઘાટ કહે છે. પહેલા માણસ વાટાઘાટ ને શરતો ઉપર બહુ ધ્યાન નથી દેતો. બુદ્ધિશાળી માણસ હોય એ વાટાઘાટમાં કઈ કઈ વાતો કરે છે, કેવી કેવી વાતો કરે છે એના ઉપર ધ્યાન નહિ થે. એની સમગ્ર વાતમાં ઉદ્દેશ શું છે. આટલી વાતો કરવા પાછળ એનો ઉદ્દેશ શું છે ? એ વાતો એવી કરે કે જે તમારા Favour ની હોય. બને કે ન બને ? જુઓ ! ભાઈ! અહીંયાં અમે તમારું હિત જોઈએ છીએ, અહીંયાં અમે તમારી જે વાત છે એ જ વાત અમે પણ કરીએ છીએ. અમારી વાત કર કે તમારી વાત કર પણ તારો ઉદ્દેશ શું છે? એ ખ્યાલમાં છે તો બધું ખ્યાલમાં છે. જો ઉદ્દેશ ખ્યાલમાં નથી તો કાંઈ ખ્યાલમાં નથી. જે ઉદ્દેશ સમજી લ્ય છે એ વાટાઘાટની અંદર ભૂલમાં નથી આવતો. અથવા પોતે પણ સામાના અને પોતાના ઉદેશને ચૂક્યા વગર જ વાટાઘાટમાં ચાલી શકે છે. નહિતર પોતે વિષયાંતર કરીને Slip થઈ જાય. મૂળ વાત રહી જાય અને બીજી ચાર વાતમાં પોતે ઉતરી જાય. ઉદ્દેશ ઉપર કાર્યસિદ્ધિનો આધાર છે.
આ એક ઉદ્દેશનો વિષય પણ થોડો સૂક્ષ્મતાથી વિચારવા જેવો છે. એના ઉપરથી એક બીજો મહત્વનો વિષય લઈએ. જ્ઞાનમાં જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાનમાં પર્યાયમાં, જ્ઞાનમાં ઉપયોગમાં, જ્ઞાનલક્ષણ, સ્વભાવલક્ષણ છે, આત્મલક્ષણ છે, સ્વરૂપલક્ષણ છે. તો જ્ઞાન એટલે જાણે. એમ સામાન્ય રીતે એવું વિચારવામાં આવે કે જાણે છે જ્ઞાન, આ બધું જાણે તે જ્ઞાન. હવે જ્ઞાનને એ રીતે જાણવું કે જ્ઞાનમાં સ્વભાવ શું છે? સ્વભાવ કેવો છે એવી જિજ્ઞાસાના ઉદ્દેશથી જ્ઞાનને જાણવું. આ બે વચ્ચે જાણવા જાણવામાં બહુ મોટો ફેર છે.
જ્ઞાનમાં જ્ઞાનસ્વભાવ છે એ જોવાનો જેનો ઉદ્દેશ છે એ જ્ઞાનલક્ષણથી જ્ઞાનસ્વભાવને ગ્રહણ કરી શકે છે. એવા ઉદ્દેશપૂર્વક જ્યાં સુધી ઉપયોગમાં સ્વભાવને જોવાનો પ્રયત્ન નથી થતો ત્યાં સુધી સ્વભાવનો પત્તો નથી લાગતો. ઉદ્દેશ છે એ બહુ મહત્વનો મુદ્દો છે. એ બહુ વ્યવહારુ વિષય છે. Practical જેને કહેવામાં આવે એવો વિષય છે. ભણવાનો વિષય નથી પણ એ Practical વિષય છે. એમ જ્ઞાનીપુરુષ પણ ભૂતકાળમાં થયેલા જ્ઞાનીની વાણી ઉપરથી એનો ઉદ્દેશ