________________
૩૨૮
રાજહૃદય ભાગ-૧૩
આત્મજાગૃતિમાં (લાવી ન શકે). જેમ કોઈ માણસ સૂતો હોય ને ચોંટિયો ભરી લે. એકદમ જાગી જાય. એમ એની વાણી એવી છે કે સૂતાને જગાડી દે છે. જુઓ ! ભાઈ ! તારું આત્મહિત સાધ, આત્મહિત સાધ. તું મનુષ્ય આયુમાં કાં આમનેઆમ હાલ્યો જા છો ? જેનું મૂલ્ય રત્નચિંતામણી કરતા પણ અધિક છે એવું આ મનુષ્ય આયુ છે એમાં આત્મજાગૃતિ કાં નહિ ? તારો આત્મા કેવો છે એ જોવા માટે જરા જાગ.... જરા જાગ... જાગી જા, સાવધાન થઈ જા. આયુષ્ય ખોવા જેવું નથી. એવો જે Undertone છે એ જ્ઞાનીની વાણીમાં જ આવે છે. જે પોતે જાગ્યો નથી એ બીજાને જગાડવામાં કેવી રીતે સમજે કે કેમ જગાડી શકાય ? પોતે જાગ્યો નથી એ બીજાને જગાડવામાં કેવી રીતે સમજી શકે કે તું આમ જાગ. એટલે એવું જે આત્માને સતત જાગૃત કરનાર હોય છે.’ જોયું ? જાગૃત કરનારમાં પણ સતત જાગૃત ક૨ના૨ છે. એવી પોતાની જાગૃતિ અનુભવસહિત વર્તે છે. તેથી એ વાણીની અંદર એ પ્રકા૨નો રણકાર આવ્યા વિના રહેતો નથી.
શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી;...' એ પ્રકારના ગુણો શુષ્કજ્ઞાનીની વાણીમાં હોતા નથી. ભાષા હોય છે પણ એ પ્રકારના ગુણ હોતા નથી. ‘સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું...' એ ચારેયમાં, પાંચેયમાં સર્વથી ઉત્કૃષ્ટ લીધું છે. એ સમજાવવાની દૃષ્ટિએ લીધું છે. આમ તો જે અપૂર્વતા છે, સતત જાગૃતિ છે એનું મૂલ્ય ઘણું છે. પૂર્વાપર વિરોધ ધર્મો પણ અવિરોધપણે પદાર્થમાં રહેલા છે એ પદાર્થના વિજ્ઞાનમાં જાય છે. અને એ પદાર્થનું વિજ્ઞાન છે એ પદાર્થ દર્શનને કા૨ણે એમાં એની મુખ્યતા લીધી છે. એમાં જે આત્મજાગૃતિ અને જે અપૂર્વપણું છે એ વાત પણ કાંઈ ઓછી મૂલ્યવાળી નથી.
સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કશાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી....' એ એટલા માટે લીધું છે કે શુષ્કજ્ઞાનીની વાણી બીજી રીતે તને નહિ પરખાય તો આ રીતે તો પરખાય જ જશે. ક્યાંક તો એ પોતાની વાતને પોતે કાપશે. એ વાત જે પોતે કહેવા માગશે એ જ વાતની વિરુદ્ધ વાત આવ્યા વગર એને રહેશે નહિ. અને એ બંને વિષયમાં અવિરોધપણું કેવી રીતે છે એનું એને અજ્ઞાન વર્તતું હશે. એટલે અહીંયાં બીજાને સમજાવવાનો વિષય છે તો એ મુદ્દાને ઉત્કૃષ્ટ અથવા મુખ્ય ગણીને કહેવા પાછળ હેતુ છે. અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે.
પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે