________________
પત્રાંક-૬૭૯
૩૨૭
જ્ઞાન પામી ગયા હોય તો જગતને ખબર પણ ન પડે. વેષ એનો એ રહી જાય. ‘ગુરુદેવ’ને (સંવત) ૧૯૭૮ની સાલમાં જ્ઞાન થયું તો ત્યારપછીના ૧૯૯૧ની સાલ સુધી તો સ્થાનકવાસી સાધુ તરીકે જ બધાએ પૂછ્યા છે. હવે અંદરમાં જ્ઞાન થઈ ગયું છે. વેષ રહી જાય અને જ્ઞાન થઈ જાય. દિગંબરના સંપ્રદાયવાળા માનવા તૈયા૨ ન થાય. દિગંબર સંપ્રદાયવાળા એમ કહે કે નહિ, ન થાય. કુલિંગ છે. થાય નહિ. નહિ, ખોટી વાત છે. ગમે તે લિંગે થાય. આત્મજ્ઞાન ગમે તે લિંગે થઈ શકે છે. કોઈપણ લિંગે થાય.
મુમુક્ષુ :– નરકમાં, તિર્યંચમાં થાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- નરકમાં થાય, તિર્યંચમાં થાય. કોઈપણ સંશી પંચેન્દ્રિય જીવનો અધિકાર છે, અબાધિત અધિકાર છે.
મુમુક્ષુ :- ‘ગુરુદેવશ્રી’ પણ...
પૂજ્ય ભાઈશ્રી :- હા. સૈનિક કરતા વધારે Discipline માં ૨હે. પકડાય ન જાય એટલે. પણ સૌથી ભયંકર એ છે. એટલું જોના૨ જોનારમાં ફરક પડે છે. જોવાથી એ ખ્યાલ આવે છે.
શું કહે છે ? જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ...' હોય છે જેમાં એવી હોય છે. ‘આત્માર્થ ઉપદેશક,...' હોય છે. આત્માનું હિત થાય એવો ઉપદેશ એ વાણીમાં ફરીને ફરીને બધું ફેરવી ફેરવીને ત્યાં આવે. વાણીનો સાર ફેરવી ફેરવીને ત્યાં આવે કે આત્માનો ઉદ્દેશ. જુઓ ! નિરાવરણજ્ઞાનની વાત લીધી તો કેવી રીતે લીધી ? અનુભવથી લીધી. ઓલી ન લીધી, આગમપદ્ધતિ ન લીધી. આત્માર્થ ઉપદેશક હોય છે.
અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે;...' અપૂર્વ સ્વભાવને, અપૂર્વ સ્વરૂપને એ નિરૂપણ કરે છે અને જેને એ ભાવ ભાસે છે એને પણ એ વાણીની અપૂર્વતા ભાસે છે, કે અહો...! આ વાણી પણ કોઈ અપૂર્વ છે ! અપૂર્વ પદાર્થને બતાવનારી આ વાણી છે. કહેનારના ભાવો પણ અપૂર્વ છે. અને સમજે છે એને પણ અપૂર્વતા ભાસ્યા વિના રહેતી નથી.
અને અનુભવસહિતપણું હોવાથી...' આત્માનો અનુભવ વર્તમાન વર્તતો હોવાથી તે બીજા આત્માને સતત જાગૃત કરનાર હોય છે.' આ પણ એક અસાધારણ ચિહ્ન છે, જ્ઞાનીની વાણીનું અસાધારણ લક્ષણ છે. તે જાગૃતિમાં લઈ જાય. જે જીવ પોતાના આત્મહિતને વિષે અજાગૃત છે, (એ બીજા) જીવોને