________________
પત્રાંક-૬૭૭
૨૮૭
અહીં તો ધાર્મિક વિચારમાં આવ્યા છે એવા એક ગૃહસ્થને આ વાત કરે છે. જ્યાં સુધી લૌકિક અભિનિવેશ...માં એમ હોય કે આપણી પાસે કાંઈક હોય તો લોકો કિંમત કરે, નહિત૨ લોકો આપણને બોલાવે નહિ, લોકો આપણી સામું ન જોવે, ક્યાંય આવકા૨ ન મળે. એ બધો લૌકિક અભિનિવેશ છે. અને એ પૈસાના આધારે એ અભિનિવેશને પોશવો છે. ‘તૃષ્ણા...' હજી વધારેમાં વધારે સંયોગો અનુકૂળતાવાળા થાય એ પ્રકારની તૃષ્ણા. દૈહિક માન...' પોતે જે કાંઈ દેહની ક્રિયા કરે એ બધું દૈહિક માનમાં જાય છે. ‘કુળ...’ અમારું તો કુળ (ઊંચું), અમે આ કુળમાં જન્મ્યા છીએ. જૈનકુળમાં જન્મ્યા. ઊંચામાં ઊંચા કુળમાં અમે ઉજળિયાત છીએ.
કુળ અને પોતાની જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય....' એની વિશેષતા માનવી હોય, એનો મોહ રહ્યો હોય અને તે વાત ન છોડવી હોય...' એ વાત છોડી દેવી જોઈએ એ હજી છૂટતી ન હોય, હજી એની પક્કડ આવ્યા જ કરતી હોય અને પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય,...' પરિચયમાં આવ્યા છે ને ? સંપ્રદાય નથી છોડી શકયા. એ પોતાની બુદ્ધિથી નક્કી કર્યું છે. આપણે ગમે તેમ થાય, હોં ! આપણો ધર્મ ન છોડવો. બીજી બધી વાતની હા પાડવી, ગમે ત્યાં જઈ ડોકું ધુણાવવામાં આપણે વાંધો નહિ. પણ આપણી વાત મૂકવાની નથી. આપણો સંપ્રદાય ન છોડાય. આપણે મૂકી ન દેવાય. બાકી સારી વાત આપણે ગમે ત્યાંથી લેવામાં વાંધો નહિ. ક્યાંથી પણ સારી વાત આવવાની હતી ? મૂળમાં મૂકવું નથી, આગ્રહ છોડવો નથી, કદાગ્રહ છોડવો નથી, મતાગ્રહ છોડવો નથી, ગચ્છનો આગ્રહ છોડવો નથી.
એકલું સ્થાનકવાસી શ્વેતાંબરને લાગુ નથી પડતું. અમે ‘કાનજીસ્વામી’વાળા એને પણ એ જ લાગુ પડે છે. આ તો પગ નીચે રેલો આવે એ તો પાછું વિચારવું જોવે કે નહિ ? અમે તો ‘કાનજીસ્વામી’વાળા. અમારે તો આમ જ હોય. બીજું કાંઈ અમારે હોય નહિ. અમારી જે પદ્ધતિ નક્કી થઈ ગઈ એમાં કાંઈ ફેરફાર થાય નહિ. એ સંપ્રદાયબુદ્ધિ આવી જાય છે. જ્યાં ટોળું જાજું થાય ત્યાં સંપ્રદાયબુદ્ધિ આવી જાય. અમે તો ‘શ્રીમદ્ રાજચંદ્રજીવાળા. અમારે તો આ જ વંચાય અને આ થાય અને આમ જ થાય અને બીજું થાય નહિ અમારે. એ બધું સંપ્રદાયબુદ્ધિમાં આવી જાય. એવી જ્યાં સુધી અંદરથી પક્કડ ન છોડવી હોય, એની વિશેષતા માનવી હોય, એનો મોહ રાખવો હોય, એ આગ્રહ છોડવો ન હોય ત્યાં સુધી જીવને