________________
૨૮૬
રાજહૃદય ભાગ-૧૩ અધ્યયન રાખવું અને સરળતાદિ નિજ ગુણોની પણ ઉપાસના રાખવી. જાગૃતિપૂર્વક. જુઓ ! હવે સરળતામાં વિચારનો ક્યાં પ્રશ્ન છે ? આપણે આ ચર્ચા ચાલે છે ને ? આમ સાંભળીએ છીએ, વાંચીએ છીએ અને વિચાર કરીએ છીએ. વિચાર ઘણો કરીએ છીએ. વાંચી-સાંભળીને વિચાર તો કરીએ છીએ. સરળતા. રાખવી એમાં વિચાર કરવાનો છે કે વર્તવાનું છે ? કે સરળતામાં તો સરળપણે વર્તવાનું છે. કેટલીક વાત એવી છે કે એ વિચાર કરતા આગળની ચીજ છે. અને એ વાત સાથે સાથે, વિચારની સાથે સાથે જો ન હોય તો એકલો વિચાર એ કોઈ એને કામમાં આવે એવી ચીજ હોતી નથી.
જ્યાં સુધી.” જુઓ ! હવે “કુંવરજીભાઈ ગૃહસ્થ છે ને! સમાજના પ્રતિષ્ઠિત ગૃહસ્થ છે. એટલે કહે છે કે, “જ્યાં સુધી લૌકિક અભિનિવેશ.” એ વાત ફરી ફરીને કરે છે. દીક્ષા લેવામાં લૌકિક અભિનિવેશની વાત કરી, શાસ્ત્ર વાંચીને સમજણ થાય છે, કોઈ લોકો માને છે કે, ભાઈ ! આ જ્ઞાની છે, સમજદાર છે, ફલાણું છે, ઢીકણું છે તોપણ લૌકિક અભિનિવેશની વાત લીધી. હવે બીજા સંયોગોની વાત એટલે કે જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ... જુઓ ભાઈ ! બે પૈસા હોય તો લોકો બોલાવે. સાધારણ માણસને પુણ્ય ન હોય એને કોણ બોલાવે ? માટે કાંઈક આપણી પાસે હોવું તો જોઈએ જ. અભિપ્રાય, હોં ! પછી હોવું ન હોવું કાંઈ એના હાથની વાત નથી. પણ માણસ અભિપ્રાય એવી રીતે બાંધી લે કે આપણે કાંઈક આપણી પાસે સંપન્ન હોય તો લોકો કાંઈક આપણી કિમત કરે છે, નહિતર લોકો કિંમત નથી કરતા. એટલે એને એ લોભ છોડવાનો અવસર જ ન આવે. એ અભિપ્રાયવાળાને એમ થાય કે આપણી પાસે વધારેમાં વધારે હોય એટલું વધારે સારું છે. એ આપણને કામમાં આવે છે, અનેક રીતે કામમાં આવે છે.
મુમુક્ષુ - દુર્ગતિમાં જાવામાં...
પૂજ્ય ભાઈશ્રી:- ખરેખર. લગભગ અત્યારે તો સંપત્તિ નવાણું બાય નવ્વાણું દુર્ગતિનું જ કારણ થાય એવું છે. ઇચ્છવા જેવી નથી. નવાણ ઉપરાંત નવાણું ટકા દુર્ગતિનું કારણ થાય એવું છે. એકલા ભોગ-ઉપભોગના સાધનો અને બીજું-ત્રીજું વધ્યું છે અને એમાં પણ પછી તો જે નવી પ્રજા આવે છે એ તો એટલી ગડબડ કરી મૂકે છે. કેમકે એને તો પરસેવો પણ પડ્યો નથી. ઓલાએ તો હજી કાંઈક પણ મહેનત કરી છે. પરસેવા વગરનો તો પછી ક્યાંયનો ક્યાંય પહોંચી જાય છે. એને કોઈ સ્વચ્છંદનો પાર રહેતો નથી.