________________
રાજહૃદય ભાગ-૧૩
યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે; પણ તે કોઈક વિરલા પુરુષોને, અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્યું, એટલે તે સંદેહરૂપ લાગે છે, કેમકે તેવી વિશુદ્ધ ચારિત્રતારતમ્યતા વર્તમાનમાં અભાવ જેવી વર્તે છે. કેવળજ્ઞાન'નો અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દબોધથી જે કહે છે, તે યથાર્થ નથી, એમ શ્રી ડુંગરને લાગતું હોય તો તે સંભવિત છે; વળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ ‘કેવળજ્ઞાન' છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને ‘કેવળજ્ઞાન’ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યા છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે, કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય. શ્રી ડુંગર, મહાત્મા શ્રી ઋષભાદિને વિષે કેવળકોટી કહેતા ન હોય, અને તેમના આશાવર્તી એટલે જેમ મહાવીર સ્વામીના દર્શને પાંચસેં મુમુક્ષુઓ કેવળજ્ઞાન પામ્યા તે આજ્ઞાવર્તીને કેવળજ્ઞાન કહ્યું છે, તે “કેવળજ્ઞાન'ને ‘કેવળ-કોટી' કહેતા હોય, તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે. એકાંત કેવળજ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે, તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. લોકો હાલ કેવળજ્ઞાન'ની જે વ્યાખ્યા કરે છે તે ‘કેવળજ્ઞાન'ની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે, એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે; કેમકે માત્ર જગતજ્ઞાન' તે કેવળજ્ઞાન'નો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. આ પ્રકારનું સમાધાન લખતા ઘણા પ્રકારના વિરોધ દૃષ્ટિગોચર થાય છે, અને તે વિરોધો દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશક્ય છે તેથી, સંક્ષેપમાં સમાધાન લખ્યું છે. સમાધાનસમુચ્ચયાર્થ આ પ્રમાણે છે ઃ
આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે, તેનું નામ કેવળજ્ઞાન’ મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ
૨૯૮