________________
ચજહૃદય ભાગ-૧૩ બદલે મલિન થશે અને એ જ્ઞાન મૂંઢતું જશે, બિડાતું જશે. છેવટે પાંચ ઇન્દ્રિયમાંથી, ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય બે ઇન્દ્રિય, એકેન્દ્રિયમાં ચાલ્યો જાશે. એ જ્ઞાનની પરિસ્થિતિ થશે. એટલે પોતાના ગુણનો ઘાત કરવો. બિડાવું એટલે ઘાત કરવો. ગુણના પરિણમનનો (ઘાત કરવો), ગુણ તો ગુણ રહે છે. એનો વિકાસ કરવો, એનું વિજ્ઞાન સમજવું જરૂરી છે. પોતાને માટે બીજાને માટે એ વાત નથી.
દેહ તે હું છું એવી માન્યતાથી આખું જગત જે કાંઈ કરે છે એના મોટા ભાગના પરિણામો જીવને અધોગતિમાં લઈ જનારા હોય છે. શરીર તે હું તેથી શરીરનું પાલનપોષણ કરવું. એ પાલનપોષણ કરવા માટે જે કાંઈ કરવું પડે તે કરવું. પછી એ કરવામાં જીવ કાંઈ બાકી રાખતો નથી. જેમકે ભૂખ લાગી. તો આહાર લેતા કેટલા જીવોની હિંસા થશે ? આહાર બનાવતા કેટલાની થાશે ? તૈયાર કરતા કેટલાની થાશે ? એનો કોઈ વિચાર કરવામાં આવે તો આહાર જ ન લઈ શકે અને આહાર લીધા વિના ચાલે એવું નથી. કેમકે હું તો દેહત્ત્વરૂપી છું. એટલે દેહ તે હું એમ માનીને આ જીવ જેટલું કાંઈ કરે છે એ બધું પાપમય, અજ્ઞાનમય અને પોતાને જ અધોગતિમાં દાખલ થવાનું કાર્ય કરે છે, એ સિવાય બીજું કાંઈ કરતો નથી. અથવા તમામ પાપનું મૂળ, સર્વ પાપ, અનિષ્ટ પરિણામોનું મૂળ આ દેહાભ્યાસ છે.
એવો જેના જ્ઞાનમાંથી દેહાધ્યાસ મટ્યો છે એટલે હું જ્ઞાનસ્વરૂપી આત્મા છું, દેહ સ્વરૂપે હું નથી પણ હું એક જ્ઞાનસ્વરૂપી આત્મા છું, એવું જેને પરિણમન અથવા જ્ઞાન થાય છે અને દેહાત્મપણાનો અનુભવ જેને મટે છે ત્યારે “અન્ય પદાર્થને વિષે અહંતામમતા વર્તતાં નથી,...' પછી તો બીજા પદાર્થો તો દેહથી છટા છે. દેહથી જન્મ પામેલા એવા પુત્ર પરિવારાદિ લ્યો. દેહ સાથે સંબંધ ધરાવનાર એવા સંસારના કુટુંબીઓ અને સ્નેહી લ્યો કે બીજા મકાન, વૈભવ, કુટુંબ, પૈસા, દાગીનાથી માંડીને, આબરૂ-કીર્તિથી માંડીને જેટલા પુદગલો છે એ બધા વિષે મમતા મટે છે, અહંપણું મટે છે, મમતા મટે છે. દેહાધ્યાસ મટે તો.
જગતમાં એમ જોવામાં આવે છે કે જીવ દેહાધ્યાસ રાખે છે અને મમતા મટાડવા માટે બીજા પદાર્થોનો ત્યાગ કરે છે. દેહાધ્યાસ રાખે. કુટુંબ છોડે, ધંધોવેપાર છોડે, દીક્ષા ગ્રહણ કરે, ત્યાગી અવસ્થામાં રહે પણ દેહાધ્યાસ એવો ને એવો (રહે. એ રીતે દેહાધ્યાસ ચાલુ રહે અને બીજા પદાર્થનું અહંપણું અને મમત્વ છૂટી જાય એવું બનવા યોગ્ય નથી. થોડો Time એ પ્રકારનો કષાય Temporary મંદ રહે છે. પછી પાછા એ બધા કષાયો પાંગરી જાય છે. કેમકે મૂળમાં દેહાધ્યાસ જ