________________
૩૧૬
રાજહૃદય ભાગ-૧૩ જ્ઞાની પુરુષ તો સહેજે જાણે છે કે આ જ્ઞાની છે માટે આવો આશય આવે છે. જ્ઞાની ન હોય તો આવો આશય આવે નહિ.
એવા આશયનો એક નમુનો વિચારવો હોય તો વિચારી શકાય છે. સમયસારનો ૪૭ શક્તિનો જે વિષય છે અને એ વિષય ઉપર ગુરુદેવના જે પ્રવચન છે એમાં આશયનો Common factor છે. લ્યો ઠીક ! આચાર્ય મહારાજે એ વાત બહુ ટૂંકા શબ્દોમાં સૂત્ર જેવી એક એક વચનમાં કરી છે. એક શક્તિની વ્યાખ્યાનું એક જ વચન લીધું છે. એમાં કોઈવાર તો ચાર શબ્દમાં એ વચન પૂરું કરી દે, તો કોઈ વખત ચૌદ શબ્દમાં પણ પૂરું કરે. પણ એક જ વચનમાં વ્યાખ્યા એક એક શબ્દની પરિભાષા કરી છે તોપણ એ પરિભાષાની અંદર વિશિષ્ટતા છે. એ વિશિષ્ટતા આશયરૂપ છે અને એ આશય ગુરુદેવના અને પોતાના જ્ઞાનમાં આચાર્ય મહારાજનો આશય ગ્રહણ થયેલો છે અને એ આશય એમની વાણીમાં પણ પ્રગટ થયેલો છે.
એની વાત એ છે કે ગુણની પરિભાષા હોવા છતાં. વાત તો શક્તિ એટલે ગુણ છે. શક્તિની એ વ્યાખ્યા હોવા છતાં એ શક્તિ શુદ્ધપણે આમ પરિણમે છે એ શૈલીથી વ્યાખ્યા છે. જે કહે છે એ તો વાદ અથવા પ્રવાદ છે. વાદ એટલે વાણી, પ્રવાદ એટલે વિશેષ વાણી. પણ એ વાણીમાં એનો દૃષ્ટિકોણ શું છે ? ક્યા Angle થી એ વાતને મૂકે છે.
‘ગુરુદેવ’ પણ જ્યારે ૪૭ શક્તિનો એ વિષય હાથમાં લે છે ત્યારે એ ઢબથી. લે છે કે, તારા આવા ગુણને જો. આવો પરિણમવાનો જેનો સ્વભાવ છે એવો ગુણ છે એમ જોતા એ ગુણ પરિણમવા લાગે છે. જુઓ ! આશય કયાં નીકળે છે? ગુણનો આમ પરિણમવાનો સ્વભાવ છે. શુદ્ધપણે પરિણમતા આમ પરિણમવાનો સ્વભાવ છે. એ સ્વરૂપે એ ગુણને જોતા જોનારનો એ ગુણ એમ પરિણમવા લાગે છે. એમ આશય સીધો લઈ લીધો છે. એ શૈલી જે લીધી છે એ શૈલી બહુ ઊંડાણથી અવગાહન કરવા જેવી છે, અવલોકન કરવા જેવી છે. એ આશય અજ્ઞાનીની વાણીમાં આવી શકે નહિ. વિશેષ લઈશું...