________________
પત્રાંક-૬૭૯
૩૧૯
અધ્યાસ મટ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતામમતા વર્તતાં નથી... મારાપણું વર્તતું નથી. અન્ય પદાર્થને વિષે અહંતામમતા એટલે પોતાપણું થતું નથી. શરીર તો મારું નહિ પણ આ કુટુંબ પણ મારું નહિ, આ ઘ૨ મારું નહિ, બીજા જે સંયોગો પ્રારબ્ધકર્મના ઉદયથી લોકો એના માને કે, ભાઈ ! આ બધી ચીજ એની ગણાય, એમાં એનો અધિકાર છે, એનો સંબંધ છે, આપણો સંબંધ નથી. એવું જે પ્રારબ્ધને લઈને પોતાપણું વ્યવહારે જણાય છે એ સાચું નથી પણ જૂઠું છું. કેમકે આત્મા તો ભિન્ન-ભિન્ન રહે છે. કોઈ આત્મામાં આવતું નથી, આત્મા કોઈમાં જતો નથી. અથવા કોઈ ચીજ આત્માની થતી નથી. કોઈ કુટુંબ પરિવારનો એકપણ સભ્ય આત્માનો થતો નથી. ખરેખર કોઈનો કોઈ સગો નથી. ૫રમાર્થે જોવામાં આવે તો કોઈ આત્મા, કોઈ આત્માનો કોઈ સગો નથી.
‘આનંદઘનજી’એ તો એ ગાયું છે, “સાચું રે સગપણ સાધર્મી તણું, બાકી બધી જંજાળ રે.’ શું શબ્દ વાપર્યો છે ? કુટુંબના કાર્યોને, કુટુંબના સંબંધોને જ્ઞાનીઓએ જંજાળ ગણી છે અને સાધર્મીના સંબંધને કૌટુંબિક સંબંધ ગણ્યો છે. અને સાધર્મીમાં મુમુક્ષુથી માંડીને, જ્ઞાનીઓથી માંડીને, મુનિઓથી માંડીને, અરિહંતોથી માંડીને, સિદ્ધો સુધી બધા આવી જાય છે. એટલે ભગવાન કુંદકુંદાચાર્યે પંચ પરમેષ્ઠીને આમંત્રણ આપ્યું ને ? મારા દીક્ષાના પ્રસંગે હું આપ સૌને કંકોત્રી લખું છું. પધારજો.
‘ગુરુદેવ’ તો બહુ મલાવતા હતા. એમનો વિષય હતો ને ? સિદ્ધ ભગવાનને આમંત્રણ મોકલે તો સિદ્ધ ભગવાન કેવી રીતે ઉ૫૨થી નીચે આવે ? બીજા તો મનુષ્યલોકમાં છે. એને પણ નીચે ઉતારે છે. ભક્તો ભગવાનને નીચે ઉતારે છે. કેવી રીતે ઉતારતા હશે ? કે જ્ઞાનમાં લઈ આવે છે, ભાવમાં લઈ આવે છે કે તમે અમારા હૃદયમાં બિરાજો છો. અત્યારે તમે સિદ્ધાલયમાં બિરાજતા નથી પણ અમારા હૃદયમાં પ્રત્યક્ષપણે બિરાજો છો. એવી રીતે એમને નીચે લઈ આવે છે.
શું કહે છે ? કે જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મઢ્યો છે...' પત્ર ફરીથી લીધો છે. અને અન્ય પદાર્થને વિષે અહંતામમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે,...' જુઓ ! ઉપયોગ પોતાના સ્વરૂપમાં પરિણમી જાય છે. વ્યાપ્યવ્યાપકભાવે અસંખ્ય પ્રદેશે સ્વભાવમાં તન્મય થઈને, લીન થઈને ઉપયોગ પરિણમે છે અથવા જ્ઞાન પોતાનું સ્વરૂપપણું ભજે છે. જ્ઞાનમાં એવો અનુભવ થાય છે કે હું મારા સિદ્ધ સ્વરૂપે છું, મારું સિદ્ધ સ્વરૂપ મને પ્રત્યક્ષ અનુભવાય છે. તેથી મારું જ્ઞાન