________________
૩૨૧
પત્રાંક-૬૯ સમજાય? મુમુક્ષની ભૂમિકામાં એવી એક સમસ્યા છે. એનો ખુલાસો છે.
સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે;” સામાન્ય માણસો આ જ્ઞાની છે કે અજ્ઞાની છે એમ વાણી ઉપરથી ભેદ પારખી શકતા નથી એ વાત યથાર્થ છે. કેમકે સામાન્ય માણસો એ વિષયના એ નિષ્ણાત નથી, એ વિષયના એ જાણકાર નથી. તેથી શબ્દ અથવા ઉપદેશ એવો જોઈને એને એમ લાગે છે કે આ પણ જ્ઞાની હોઈ શકે છે.
કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે” હવે અહીંયાં શુષ્કશાની શબ્દ શું કરવા વાપર્યો છે એ ખુલાસો નથી થયો. શુષ્કતા અને ભાવથી ભીંજાયેલું. બે પ્રતિપક્ષ છે. પરિણમનમાં જે પોતાનો સ્વભાવભાવ છે એ સ્વભાવભાવનો પરિણામમાં આવિર્ભાવ થાય ત્યારે એ પરિણામ સ્વભાવથી, સ્વભાવભાવથી રંગાયેલું પરિણામ છે. જેમાં એવો અધ્યાત્મભાવ, સ્વભાવભાવ જેના પરિણામમાં પ્રગટ નથી પણ છતાં એ જ ભાષાના વાચક શબ્દોનો પ્રયોગ, થાય છે. ભાવ નથી પણ ભાષાનો પ્રયોગ છે તો એ ભાવ વગરની વાણીમાં ભાવનું ભીંજાવાપણું આત્માને નહિ હોવાથી એ વાણીને શુષ્કવાણી અથવા એ જ્ઞાનને શુષ્કજ્ઞાન કહેવામાં આવે છે.
નહિતર જેવું જ્ઞાન હોય એવા ભાવથી એ જ્ઞાન રંગાયેલું હોવું જોઈએ. જેમ આ કષાયલેશ્યા થાય છે તો જ્ઞાન રંજાયમાન થાય છે ને ? કષાયયોગથી રંજીત થાય છે. એવી રીતે અકષાયભાવથી રંગાયેલું થવું જોઈએ. જો અકષાયભાવ ભાષાની અંદર પ્રયોગ થતો હોય તો ભાવમાં પણ અકષાયભાવનો રંગ ચડવો જોઈએ. એ અકષાયભાવનો રંગ નથી ચડતો, સ્વભાવભાવનો રંગ નથી ચડતો અને ભાષા એ સંબંધીની આવે છે તો એ ભાષાને પણ શુષ્કવાણી કહેવાય છે, એ જ્ઞાનને પણ શુષ્કજ્ઞાન કહેવામાં આવે છે. એવો અહીંયાં અર્થ સમજવો.
કેમકે કંઈક શુષ્કશાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી...” એટલે સરખું વચન જોયાથી “શુષ્કશાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને.... શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને. મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે;” સામાન્ય મનુષ્યોને એ ખબર નથી હોતી પણ મંદદશાવાળા મુમુક્ષુઓ હોય છે એને પણ ભ્રાંતિ થાય છે, એને પણ ખ્યાલ નથી આવતો કે આમાં જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની