________________
૩૧૪
રાજહૃદય ભાગ-૧૩ એમ જ કહે છે કે આ મહાપુરુષની, જ્ઞાની પુરુષની વાણી સાંભળીને મારા આત્મામાં મોક્ષના ભણકાર વાગે છે. એમનો રણકાર એવો છે કે મને અંદરથી ભણકારા આવે છે. ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુને તો કુદરતી પડઘો અંદર બીજો પડે છે. એટલે એને પરીક્ષા સુધી જાવું જ નથી પડતું. એને સીધો એનો આત્મા જ પોકાર કરે છે કે આ વાણી જ્ઞાનીની છે, જ્ઞાની વગર આ વાણી આવી હોય શકે નહિ.
ગુરુદેવ’ આ વાત કરતા હતા કે અત્યારે જે વાણી આવે છે એ મોક્ષના ભણકારા લઈને આવે છે. જો જીવ પાત્ર થઈને સાંભળે તો એના આત્મામાંથી મોક્ષના ભણકારા વાગ્યા વિના રહે નહિ. બહુ શરૂઆતના પ્રવચનોમાં આત્મધર્મમાં એ વાતો વાંચેલી છે. મોક્ષના ભણકાર લેતી વાણી આવે છે. એનું કારણ “અનુભવસહિતપણું હોવાથી...” એ એક ચોથું વિશેષણ લીધું.
આત્માને સતત જાગૃત કરનાર હોય છે. એ પાંચમું વિશેષણ લીધું. સાંભળનાર જીવોને આત્મજાગૃતિમાં લઈ આવે. આત્માની જાગૃતિનો વિષય જે જ્ઞાનીની વાણીમાં આવે એ અજ્ઞાનીની વાણીમાં એટલા માટે ન આવે કે એને જાગૃતિ વર્તતી નથી. ક્યાંથી લાવે ? એ વિષય એની વાણીમાં આવે નહિ. કેમકે એ વિષય ત્યાં મૌલિકતા ધારણ કરે છે.
આત્મજાગૃતિનો જે વિષય છે, જેને આત્મજાગૃતિ વર્તતી હોય અને એ સંબંધીની મૌલિકતા આવી જાય છે. એ વાણીમાં એ મૌલિકતા ઝળકે છે તો સાંભળનારને પણ એમ લાગે છે કે આ વાણી મને જાગૃત કરે છે. મારા સ્વભાવને જાગ્રત કરનારો અંદર ધ્વનિ છે. આ વાણીનો અંતર ધ્વનિ આત્મજાગૃતિનો છે. એ આંતરધ્વનિને Under tone ને આત્મજાગૃતિને યોગ્ય જે મુમુક્ષજીવ હોય છે એ એને પરખી લે છે. એ પાંચમું વિશેષણ થયું.
શુષ્કશાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી. શુષ્કજ્ઞાનીની વાણીમાં આ જે કહ્યાં તેવા ગુણ તેની વાણીમાં હોતા નથી, હોઈ શકતા પણ નથી.
મુમુક્ષુ – ‘ગુરુદેવશ્રી’ ફરમાવતા પાંડે પાંડે ફોતરા ખાંડે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એટલે એ તો એમાં મૂળ માલ ન આવે. જે માલ આવવો જોઈએ એ માલ ન આવે. એ આશય શબ્દમાં એમણે એ વાત ગોઠવી છે. વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. એ આશય છે એ એનો માલ છે. આશય વગર બધું ફોતરા જેવી વાણી લાગે છે.