________________
૩૧૨
જહૃદય ભાગ-૧૩ જ્યારે અજ્ઞાનીની વાણીમાં “ઠામઠમ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે.' એ વાણીમાં ક્યાંકને ક્યાંક એણે અનુમાન કર્યું છે, ક્યાંકને ક્યાંક એણે કલ્પના જોડી છે. મનથી એણે વિચાર કરીને આત્માને નક્કી કર્યો છે કે જે મનાતીત વિષય છે. એને મનથી એણે નક્કી કરી લીધો છે. એટલે જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ હોય છે, આત્માર્થ ઉપદેશક હોય છે. ગમે તે વાત કરે તો જીવને આત્મહિત સધાય, આત્માનું દુઃખ ટળે અને આત્મા સુખી થાય એ આત્માર્થ છે ખરેખર તો. એવી આત્મહિતોપદેશક હોય છે.
અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે... આ એક વાત જરા ગૂઢ લીધી છે. જેને એ અર્થ સમજાય છે અથવા આત્માનો ભાવ એ વાણી ઉપરથી ભાસે છે એને એમ લાગે છે કે આ કોઈ અપૂર્વ વાણી છે કે જે અપૂર્વ અર્થને નિરૂપણ કરે છે, અપૂર્વ પદાર્થને બતાવે છે અને એમની વાણીથી અપૂર્વ એવો પદાર્થ મને ભાસ્યમાન થાય છે. પોતાના જ્ઞાનમાં અપૂર્વ પદાર્થનું ભાસ્યમાનપણું થતું હોવાને લીધે અને તે પ્રકારે જ્ઞાન અપૂર્વતાને પામ્યું હોવાને લીધે જે વાણીના નિમિત્તે એ જ્ઞાન થાય છે એ વાણી પણ અપૂર્વ છે એમ કહેવામાં આવે છે.
‘આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એમણે સદ્દગુરુના લક્ષણમાં એ વાત વાપરી છે. અપૂર્વ વાણી પરમકૃત સદ્ગુરુ લક્ષણ યોગ.” શ્રત તો વાણી છે, દ્રવ્યકૃત વાણી છે. એ પરમશ્રત છે, આત્માનું પરમ હિત કરનારી છે. એ અપૂર્વ છે એ શબ્દ એમણે ત્યાં પણ વાપર્યો છે.
અહીંયાં થોડું વધારે સ્પષ્ટીકરણ છે કે અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોવાથી ક્યારે પણ આત્મહિત થાય એ અપૂર્વ વાત એવો અર્થ, એવો ભાવ બીજાની વાણીમાં આવતો નથી, જે જ્ઞાનીની વાણીમાં આવે છે. અપૂર્વ પદાર્થને એ પ્રકાશિત કરે છે. અપૂર્વ ભાવને એ પ્રકાશિત કરે છે અને સાંભળનારને પણ તેવી જ અપૂર્વતા ભાસતી હોવાથી એ અપૂર્વ વાણી છે એમ કહેવામાં આવે છે.
એવા અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે;” આ શબ્દ “ગુરુદેવની વાણી માટે બહેનશ્રી” અવારનવાર વાપરતા. “ગુરુદેવ’નું વ્યાખ્યાન ગમે તેટલી વાર સાંભળીએ તોપણ અમને તો અપૂર્વ અપૂર્વ લાગ્યા કરે છે. એમ કહેતા અમને તો અપૂર્વતા જ લાગ્યા કરે છે. કેટલાક જીવોને કંટાળો આવે, કેટલાક જીવોને એમ થાય કે આ તો રોજ એની એ વાત આત્માની ને આત્માની કરે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપી છે અને ભિન્ન છે, રાગથી ભિન્ન છે, સ્વભાવથી અભિન છે. અને મોટા ભાગના