________________
પત્રાંક-૬૭૯
શબ્દ અપ્રસિદ્ધ છે.
૩૧૧
મુમુક્ષુ ઃ– નિષ્ક્રિય પ્રસિદ્ધ થયો.
પૂજ્ય ભાઈશ્રી :- નિષ્ક્રિય પ્રસિદ્ધ થયો યસેનાચાર્ય'ની ટીકાથી. અને
અવેદક એમના પત્રમાં આવે છે. હજી અન્નાયક એ નહોતા લેતા પણ અવેદક લેતા હતા. પણ એ અવેદક શબ્દથી પણ ઘણા ભડકયા છે. હેં ! આત્મા વેદક નહિ !
અત્યારે તો એ જરા તકલીફ પડે એવો વિષય છે. ચર્ચામાં તો ઘણી વાત આવી છે. પણ બધી લીધી નથી. કેમકે એ તો સમાજમાં કા૨ણ વગ૨ મોટો ખળભળાટ થાય. એકવાર તો એ વાત કરેલી છે કે આત્મા હૈ સો અંધા હૈ.’ હવે અજ્ઞાયક કહો કે અંધો કહો એક જ છે કે નહિ ? પણ એ અવગુણવાચક છે. એટલે એવું બોલે નહિ જલ્દી, બોલાય નહિ. પણ છે તો એવા જ સ્વરૂપે. ગુણના ને અવગુણના બધા વિશેષણો આત્માને લાગુ પડે છે. એકેય વિશેષણો લાગુ ન પડે એવું નથી. અપેક્ષા લગાડતા આવડવું જોઈએ.
જેમકે આત્મા શૂન્ય છે. આ શૂન્યવાદ કચાંથી આવ્યો ? ભગવાનની વાણીમાંથી આવ્યો છે. જેમ સાંખ્ય ભગવાનની વાણીમાંથી પેદા થયો, બૌદ્ધ પણ ભગવાનની વાણીમાંથી ઉત્પન્ન થયો, એમ શૂન્યવાદ પણ ભગવાનની વાણીમાંથી જ ઉત્પન્ન થયો છે. આત્મા શૂન્ય છે. શેનાથી શૂન્ય છે.? કે પરથી શૂન્ય છે અને પરિણામથી શૂન્ય છે. કર્તૃત્વથી શૂન્ય છે. અકર્તાપણે છે. શૂન્યપણું આવે છે. પણ એના અનંત ગુણોથી શૂન્ય છે એમ નથી, એના સ્વભાવથી શૂન્ય છે એમ નથી. પણ અપેક્ષાએ શૂન્યપણું છે. પણ એ અવગુણ લાગે. આત્મા શૂન્ય છે તો અવગુણ લાગે. પણ એ અવગુણ અપેક્ષાએ તો લાગુ પડે છે. એ પણ એનો એક ગુણ જ છે. ખરેખર તો એ એનું સ્વરૂપ છે. એવી રીતે આચાર્યોએ પણ એવી ઘણી વાતો ખોલી છે. ઘણી વાતો ગ્રંથોમાં ખોલી છે કે આ વિશેષણ પણ લાગુ પડે છે, આ વિશેષણ પણ લાગુ પડે છે, આવું વિશેષણ પણ લાગુ પડે છે. દેખત રીતે લૌકિકમાં એ વિશેષણ સારું નથી કહેવાતું, તોપણ આત્માને અમુક રીતે લાગુ પડે છે. એવી ઘણી વાતો કરી છે. સમર્થ આચાર્યો હોય છે.
?
શું કહે છે ? કે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી;...' એટલે જ્ઞાનીને પદાર્થદર્શન હોવાથી એના જ્ઞાનમાં પદાર્થ બરાબર સામે છે અથવા પદાર્થ સન્મુખ એનું જ્ઞાન વર્તે છે અને પદાર્થને જોઈને વાત કરે છે. જે વાત કરે છે તે પદાર્થને જોઈને કરે છે. માટે એની વાણીમાં કચાંય પૂર્વાપર વિરોધ હોતો નથી.